નવી દિલ્હી: સુપરબાઇક બનાવનારી ઇટલીની કંપની Ducatiએ ભારતીય બજારમાં તેની સૌથી દમદાર બાઇક Panigale V4R લોન્ચ કરી દીધી છે. તેની શરૂઆત 51.87 લાખ રૂપિયા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે કંપનીએ ભારત માટે Ducati Panigale V4Rના માત્ર 5 જ યુનિટ બનાવ્યા છે. Ducatiના ડીલર્સે આ સુપર બાઇકનું બુકીંગ લવાનું શરૂ કરી દીધું છે. 30 નવેમ્બર પહેલા થયેલી બુકીંગની ડીલિવરી 2019માં માર્ચ મહિનામાં અપવામાં આવશે. નવેમ્બર બાદ બુકિંગ કરાવનારા લોકોને આ બાઇક 2019ના બીજા ત્રિમાસિકમાં મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આવું છે Ducati Panigale V4Rનું એન્જીન 
Ducati Panigale V4R કંપનીએ બનાવેલા અત્યાર સુધીની સૌથી દમદાર બાઇક માનવામાં આવી રહી છે. આ બાઇકમાં 998સીસીનું V4 Desmosedici Stradale R એન્જીન આપવામાં આવ્યું છે. આ એન્જીન 221 બીએચપી પાવર અને 111 એનએમ પીક ટૉર્ક જનરેટ કરે છે. Ducatiએ તેની નવી V4Rમાં ઓપ્શનલ એક્રાપોવિક રેસ એગ્જ્હૉટ સિસ્ટમ પણ આપવામાં આવી છે. જેના કારણે Panigale V4Rના પાવર 234 બીએચ રાખવામાં આવ્યો છે. 



એક દમ ઓછા વજનનું છે Ducati Panigale V4R
પોતાની આ દમદાર સુપરબાઇકમાં Ducatiએ થોડા બદલાવ કરતા પહેલા કરતા હલ્કી બનાવામાં આવી છે. અને તેમા વધારે એયર ઇનટેક કાર્યક્ષમતા આપવામાં આવી છે. એન્જીન સ્ટેડર્ડ V4ની સરખામણીએ વધારે ઝડપી છે. અને તેમાં રેડલાઇન્સ 16,500 આરપીએમ નક્કી કરવામાં આવે છે. બીજી બાજુ Ducati Panigale V4R ધોરણની 13,000 આરપીએમ સુધી છે. આ સુપર બાઇકમાં હલ્કા કમ્પોનન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી મોડલને 2 કિલો હલ્કુ છે અને V4rનું વજન 172 kg છે.