માછીમારો થઈ જશે માલામાલ! હવે માછલી પણ ઓનલાઈન, ફોનવાલેની જેમ હવે Fishwale.Com!
E-Fish Market App: આર્થિક મંદી અને કોરોના દરમિયાન અર્થવ્યવસ્થાને વિશ્વભરમાં ઘણું નુકસાન થયું છે. ભારતીય અર્થતંત્ર પણ આ વાતમાં બાકાત નથી. પરંતુ અન્ય દેશોની સરખામણીમાં ભારત સ્થિતિ ઘણી સારી રહી. નિષ્ણાંતોના મતે, કોરોના દરમિયાન પણ ગ્રામીણ અર્થતંત્રને સરળ રીતે ચલાવવાનાં કારણે આર્થિક સ્થિતિ સારી રહી છે. આ જ કારણ છે કે, કેટલાક સમયથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે.
નવી દિલ્હી: આર્થિક મંદી અને કોરોના દરમિયાન અર્થવ્યવસ્થાને વિશ્વભરમાં ઘણું નુકસાન થયું છે. ભારતીય અર્થતંત્ર પણ આ વાતમાં બાકાત નથી. પરંતુ અન્ય દેશોની સરખામણીમાં ભારત સ્થિતિ ઘણી સારી રહી. નિષ્ણાંતોના મતે, કોરોના દરમિયાન પણ ગ્રામીણ અર્થતંત્રને સરળ રીતે ચલાવવાનાં કારણે આર્થિક સ્થિતિ સારી રહી છે. આ જ કારણ છે કે, કેટલાક સમયથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે.
લોન્ચ કરી ભારતની પ્રથમ ઈ-ફિશ માર્કેટ એપ:
ગ્રામીણ વિસ્તારોમાં માછીમારી મજબૂત વ્યવસાય તરીકે ઉભરી આવ્યો છે. ઓછી કિંમત અને વધારે નફાનાં કારણે ઘણા લોકો માછલી ઉછેરનો વ્યવસાય અપનાવી રહ્યા છે. આસામમાં માછલી પકડનારાઓ માટે 'FishWale' એપ લોન્ચ કરવામાં આવી. જેને ભારતની પ્રથમ ઈ-ફિશ માર્કેટ એપ કહેવામાં આવી રહી છે.
ખરીદદારો અને વેચનારને સમાન પ્લેટફોર્મ મળશે:
આ એપ દ્વારા, ખરીદનાર અને વેચનાર બંને એક જ પ્લેટફોર્મ પર માછલી, જળચર કૃષિ સાધનો, દવા, ફિશ ફીડ અને મત્સ્ય બીજનું ખરીદ- વેચાણ કરી શકશે. આ એપ એક્વા બ્લુ ગ્લોબલ એક્વાકલ્ચર સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા આસામનાં મત્સ્યપાલન વિભાગના સહયોગથી વિકસાવવામાં આવી છે.
આ એપ માછલી ઉછેર કરતા સમુદાયના લોકોને તેમની પેદાશોનો યોગ્ય ભાવ મેળવવામાં અને વચેટિયાઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થશે. આ સાથે માત્સય ઉછેર માટેની તમામ પાયાની સુવિધાઓ માટે માછીમારોને વિવિધ સ્થળેથી ભટકવું નહીં પડે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube