YouTube Earning Tips: આજના સમયમાં પ્રાઇવેટ જોબ પણ ઘણી મુશ્કેલીથી બને છે, જો તમે કોઇ પ્રોફેશનલ કોર્સ કર્યો નથી તો પ્રાઇવેટ જોબ મેળવવી પણ મુશ્કેલ બની જાય છે. એવામાં લોકોને વર્ષો સુધી વર્ષો સુધી આમ તેમ ભટકવું પડે છે. કેટલાક લોકો જે પ્રાઇવેટ જોબ કરે છે તેમને પણ ઘણીવાર મુશ્કેલી પડે છે. કારણ કે પ્રાઇવેટ જોબમાં ટાર્ગેટ પુરો કરવાનું પ્રેશ રહે છે, અને તેના ચક્કરમાં લોકો જોબ બદલવાની તૈયારીમાં રહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજી તરફ કેટલાક લોકોને લાગે છે કે તેમની સેલરી ઓછી છે, જે કદાચ તમારી સાથે પણ થશે કારણ કે શું તમે જાણો છો કે જોબ સાથે તમે ઘરે બેઠા બેઠા એકસ્ટ્રા ઇનકમ કરી શકો છો, તે પણ ઓનલાઇન. જોકે તમે પણ યૂટ્યૂબ પર વીડિયો જોતા હશો પરંતુ તમે જાણો છો કે આ વીડિયોની મદદથી તમે સારી એવી કમાણી પણ કરી શકો છો. જે લાખો સુધી જઇ શકે છે જોકે તમને યૂટ્યૂબના કેટલાક નિયમ ખબર હોવા જોઇએ જે તમને કોઇ જણાવશે નહી પરંતુ તેમછતાં જો તમે તેને એપ્લાય કરો છો તો કમાણી કરવાની સંભવના વધી જાય છે. તો ચાલો જાણી કયા છે આ નિયમ.   

Jio 5G SIM ની હોમ ડિલીવરી માટે ફોલો કરો આ પ્રોસેસ, એકદમ સરળ છે રીત


3 મિનિટનો હોવો જોઇએ વીડિયો
જો તમે વીડિયોનું ડ્યૂરેશન 3 મિનિટ અથવા તેનાથી વધુ રાખો છો તો તેના પર વધુ એડ મળે છે અને તેનાથી તમે ખૂબ વધુ કમાણી થાય છે. જો તમે પણ વધુ કમાણી કરવા માંગો છો તો વીડિયો બનાવતી વખતે આ વાતનું ધ્યાન રાખો. 


ક્વોલિટીનું રાખો ખાસ ધ્યાન
જો તમે વીડિયો બનાવી રહ્યા છો તો ક્વોલિટીનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જો તમે આમ કરતા નથી તો વીડિયો પર સૌથી વધુ કમાણી થતી નથી. જોકે ક્વોલિટી સારી હોય છે તો તમારા વિડીયોને વધુમાં વધુ લોકો જુએ છે અને એંગજમેંટ વધવા લાગે છે. 


કોપીડ કંટેંટથી બચવું જરૂરી
જો તમે તમારું ઓરિજનલ કંટેંટ વીડિયોમાં ઓફર કરી રહ્યા છો તો તમારો વીડિયોથી વધુમાં વધુ કમાણી કરી શકાય છે. તો બીજી તરફ જો કોપીડ કંટેંટનો ઉપયોગ કરો છો તો ના તો એંગજમેંટ વધશે અને ના તો તેનાથી કમાણી કરી શકશો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube