નવી દિલ્હીઃ Business Opportunity: બિઝનેસ શરૂ કરવાનો પ્લાન છે. એવો બિઝનેસ જેમાં ઓછુ રોકાણ હોય અને કમાણી ભરપૂર. ઘણા બિઝનેસ કરવા મોટુ રોકાણ કરવામાં આવી છે. પરંતુ કેટલાક બિઝનેસ લો-કોસ્ટ હોય છે. પરંતુ તેમાં નફો આપવાની ક્ષમતા વધુ હોય છે. આવો એક બિઝનેસ છે, જ્યાં રોકાણની રકમ 1 લાખ રૂપિયા છે. પરંતુ કમાણી 10 લાખ રૂપિયા મહિને છે. આવો એક બિઝનેસ એગ્રીકલ્ચર સાથે જોડાયેલો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 લાખ રોકી 10 લાખ સુધી કમાણી
મશરૂમની ખેતી (How to do mushroom farming) નો બિઝનેસ ખુબ નફો આપવાનો છે. તેમાં ખર્ચના 10 ગણા સુધી ફાયદો (Profit in mushroom Farming) થઈ શકે છે. મતલબ 1 લાખ રૂપિયા લગાવી શરૂ કરેલા બિઝનેસમાં 10 લાખ રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મશરૂમની માંગમાં વધારો થયો છે. તેવામાં મશરૂમની ખેતીનો બિઝનેસ ખુબ ફાયદાકારક હોઈ શકે છે. આવો જાણીએ મશરૂમની ખેતી માટે શું કરવુ પડશે અને કેટલો નફો થશે. 


બજારમાં સૌથી વધુ ડિમાન્ડ બટન મશરૂમની હોય છે. ઓક્ટોબરથી માર્ચની વચ્ચે તેની ખેતી થાય છે. મશરૂમ બનાવવા માટે ઘઉં કે ચોથાના ભૂસાન કેટલાક કેમિકલ્સ સાથે મિક્સ કરી કમ્પોસ્ટ ખાધ તૈયાર કરવામાં આવે છે. કંપોસ્ટ ખાધ તૈયાર થવામાં મહિનાનો સમય લાગે છે. ત્યારબાદ કોઈ કડક જગ્યાએ 6-8 ઇંચ માટી પાછરી મશરૂમના બીજ લગાવવામાં આવે છે, જેને સ્પોનિંગ પણ કરે છે. બીજને કંપોસ્ટથી ઢાંકી દેવામાં આવે છે. આશરે 40-50 દિવસમાં તમારા મશરૂમ કાપીને વેચવા લાયક થઈ જાય છે. દરરોજ મોટી માત્રામાં મશરૂમ મળતા રહેશે. મશરૂમની ખેતી ખુલામાં થતી નથી, તે માટે શેડવાળી જગ્યાની જરૂર પડે છે. 


આ પણ વાંચોઃ LPG સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયા અને કોમર્શિયલ સિલિન્ડરમાં 75 રૂપિયાનો ભાવ વધારો


કેટલો ખર્ચ અને કેટલો નફો
મશરૂમની ખેતી 1 લાખ રૂપિયાથી શરૂ કરી સારો નફો મેળવી શકાય છે. એક કિલો મશરૂમ પર આશરે 25-30 રૂપિયાનો ખર્ચ આવે છે. તો બજારમાં મશરૂમની કિંમત 250થી 300 રૂપિયા કિલો હોય છે. મોટા શહેરમાં, મોટી હોટલ કે રેસ્ટોરન્ટને મશરૂમની સપ્લાય કરવા પર કિંમત 500 રૂપિયા પ્રતિ કિલો સુધી મળી શકે છે. તેવામાં તમને મોટો નફો થઈ શકે છે. બજારમાં સીધુ વેચાણ કરવા પર પણ માર્જિન સારૂ હોય છે. 


શું ધ્યાન રાખવું જોઈએ
- મશરૂમની ખેતીનું સારી રીતે ધ્યાન રાખવું પડે છે. તેથી તેમાં વધુ સ્પર્ધા નથી.
- મશરૂમની ખેતી માટે સૌથી જરૂરી તાપમાન હોય છે. તેને 15-22 ડિગ્રી સેન્ટીગ્રેટ વચ્ચે ઉગાડવામાં આવે છે. વધુ તાપમાન હોવા પર પાક ખરાબ થઈ શકે છે.
- વાવેતર માટે ભેજ 80-90 ટકા હોવો જોઈએ.
- સારા મશરૂમ માટે કંપોસ્ટનું પણ સારૂ હોવુ જરૂરી છે.
- ખેતી માટે વધુ જૂના બીજ ન લો, તેની અસર ઉત્પાદન પર થાય છે.
- તાજા મશરૂમની કિંમત વધુ હોય છે, તેથી તૈયાર થતાં જ તેનું વેચાણ કરો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube