નવી દિલ્હી: ક્રુડઓઇલની કિંમતોમાં ઘટાડાથી દેશવાસીઓને વહેલી તકે સારા સમાચાર મળી શકે છે. એસબીઆઇના એક રિપોર્ટમાં કહેવમાં આવ્યું છે, કે ક્રુડ ઓઇલમાં આવેલા ઘટાડાથી ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન દેશમાં સીએડી જીડીપીની સરખામમીએ 2.6 ટકા રહી શકે છે. જ્યારે તેની પહેલા અનુમાન લગાવામાં આવી રહ્યું હતું કે, સીએડી 2.8 ચકા સુધી રહી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાલુ નાણાંકીય વર્ષમાં આખા વર્ષના બજેટ અનુમાનોની સરખામણીએ પહેલા છમાસમાં જ રોજકોષીય નુકશાન 95.3 ટકાના સ્તર પર પહોંચી ગયું હતું. છ મહિનામાં અવધિ દરમિયાન કુલ રશીદો 7.09 લાખ કરોડ રૂપિયા હતી. જે બજેટ અનુમાનોના 39 ટકા છે. બીજી બાજુ કુલ ખર્ચ 13.04 લાખ કરોડ રૂપિયા રહેવાનો અનુમાન લગાવામાં આવી રહ્યો છે. જે બજેટ અનુમાનોના 54.4 ટકા છે.


વધુ વાંચો...સમુદ્રમાં ચીનની સબમરીન માટે મોટું જોખમ!, ભારત 123 'રોમિયો' હંટર હેલિકોપ્ટરનું કરશે નિર્માણ


એસબીઆઇ દ્વારા તૈયાર કરવામાં આવેલા રીસર્ચ રીપોર્ટમાં કહેવામા આવ્યું છે, કે હાલમાં ક્રુજ ઓઇલની કિંમતોમાં ઘટાડાને કારણે જીડીપીની સરખામણીએ સીએડી 2.6 ટકા રહ્યો હતો. આ પહેલા એસબીઆઇના જ  રીપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ચાલુ નાણાંકીય વર્ષમાં સીએડી 2.8 ટકા રહી શકે છે. તેના કરાણે ક્રુડ ઓઇલમાં તેજી અને નિકાસમાં ઘટાડો બતાવામાં આવ્યો હતો


મળી રહેલા રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સતત બીજા વર્ષે ડાયરેક્ટ ટેક્સ બજેટ લક્ષ્યાંકની સરખામણીએ ઓછામાં ઓછો 20,000 કરોડ રૂપિયા રહ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, કે કસ્ટમ ડ્યુટીના રૂપમાં પણ આશરે 14000 કરોડ રૂપિયાનું ટેકસ કલેક્શન થયું છે. જ્યાં સુધી જીએસટી એક્સાઇઝ ડ્યુટની વાત કરવામાં આવે તો રિપોર્ટમાં તેનો ચેહરો સ્પષ્ટ નથી. રિપોર્ટમા કહેવામાં આવ્યું છે, કે હાલમાં બજારમાં દેખાઇ રહેલા દ્રશ્યોથી તેનું લક્ષ્ચ મુશ્કેલ છે. એસબીઆઇએ કહ્યું કે, અપ્રત્યક્ષ કરમાં 90,000 કરોડનો ઘટાડો આવી શકે છે.