નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંકના મુખ્ય આરોપી નીરવ મોદી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એનફોર્સમેન્ટ ડાયરેક્ટર(ઇડી)એ 4 દોશોમાં નીરવ મોદી વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહીમાં ઇડીએ 5 વિદેશી બેંક ખાતેને જપ્ત કરી લીધા છે. જેમાં 278 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. તેના સિવાય જ્વેલરી અને મુંબઇમાં આવેલા નીરવ મોદીના ઘરને પણ સીઝ કરી દેવામાં આવ્યા છે. અને ખાસ વાતતો એ છે કે, આ કાર્યવાહીમાં મોટા મોટા ખુલાસાઓ પણ થયા છે. ખરેખર તો ઇડીને એ વાતની જાણ થઇ ગઇ છે. કે પંજાબ નેશનલ બેંકમાંથી કરવામાં આવેલી કૌભાંડની રકમ નીરવ મોદી દ્વારા ક્યાં ઉપયોગ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

13400 કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડમાં ઇડીને મોટી સફળતા મળી છે. ઇડીને જાણકારી મળી છે, કે નીરવ મોદીએ કૌભાંડની રકમનો ઉપયોગ લંડન અને અમેરિકામાં કર્યો છે. કૌભાંડની રકમથી મોદીએ પ્રોપટી ખરીદી છે. ખાસ વાતતો એ છે, કે નીરવ મોદીએ વિરૂદ્ધ એફ.આર.આઇ થયા પછી પણ કરોડોના દાગીના હોન્ગ-કોન્ગ મોકલવામાં આવ્યા હતા. આ મામલે તપાસ કરતા ઇડીએ 637 કરોડ રૂપિયા સહિતની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે. 



ન્યૂયોર્કની ટાંચમાં લેવાયેલી સંપત્તિ 
ઇડીએ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં કાર્યવાહી દરમિયાન નીરવ મોદી સાથે જોડાયેલી 216 કરોડ રૂપિયાની બે સંપત્તિ ટાંચમાં લીધી છે. આ સિવાય લંડનમાં મૈરાથન હાઇસમાં નીરવ મોદીની બહેન પૂર્વી મોદીના લગભગ 57 કરોડ રૂપિયાનો ફ્લેટ પણ ટાંચમાં લેવામાં આવ્યો છે. સિંગાપુરમાં પૂર્વી મોદી અને મયંક મહેતાના બેંક ખાતાનો પણ તેમાં સમાવેશ થયા છે. આ ખાતામાં 44 કરોડ રૂપિયાની રકમ જમા હતી. આ ખાતુ બિર્ટિશ વર્જિન આઇલેન્ડના નામથી ખોલવામાં આવ્યું હતું. નીરવ મોદી અને પૂર્વી મોદી સાથે જોડાયેલા પાંચ અન્ય ખાતાનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ખાતાઓમાં 278 કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે.



મુંબઇનો ફ્લેટ પણ કરાયો સીઝ 
નીરવ મોદીના રહેઠાણની ભાળ મેળવા કામે લાગેલી ઇડડીને મોટી સફળતા ત્યારે મળી જ્યારે દક્ષિણ મુંબઇમાં પૂર્વી મોદીના ધર પણ સીઝ કરી લીધા હતા. સાઉથ મુંબઇમાં સ્થિત આવેલા આ ફ્લેટની કિંમત આશરે 19.5 કરોડ રૂપિયા છે, જેને ઇડીએ જપ્ત કરી લીધો છે.