નવી દિલ્હીઃ ICICI બેન્કના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર (એમડી) અને મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) ચંદા કોચરની મુશ્કેલી વધી ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ચંદા કોચર તેની પતિ દીપક કોચર, વીડિયોકોન સમૂહના મેનેજિંગ ડિરેક્ટર વેણુગોપાલ ધૂત અને અન્ય લોકોને મની લોન્ડ્રિંગ કેસમાં આરોપી બનાવ્યા બાદ તપાસ શરૂ કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ આઈસીઆઈસીઆઈ બેન્કના પૂર્વ મેનેજિંડ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી ચંદા કોચર વિરુદ્ધ મની લોન્ડ્રિંગ પર ક્રિમિનલ કેસ નોંધ્યો છે. વિડિયોકોન સમૂહને 1875 કરોડ રૂપિયાનું નાણા મંજૂર કરવામાં કથિત અનિયમિતતા અને ભ્રષ્ટાચારની તપાસના સિલસિલામાં દાખલ આ મામલામાં ચંદા કોચરના પતિ દીપક કોચર, વિડિયોકોન સમૂહના મેનેજિંગ ડિરેક્ટર વેણુગોપાલ ધૂત અને કેટલાક અન્યને આરોપી પણ બનાવ્યા છે. 


અધિકારીઓએ શનિવારે જણાવ્યું કે, તપાસ એજન્સીએ આ મામલામાં હત મહિને સીબીઆઈ દ્વારા દાખલ ફરિયાદ પર પગલા લેતા મની લોન્ડ્રિંગ નિવારણ કાયદો હેઠળ ઈડીએ એફઆઈઆર દાખલ કરી છે. અધિકારીઓએ કહ્યું કે, એજન્સી તે વાતની તપાસ કરશે કે આ લોન સોદાની મંજૂરીમાં કથિત લાંચની રકમને આરોપી દંપત્તિએ રોકાણ તો કર્યું નથી ને. 


ઈડી જલ્દી આરોપીઓને સમન મોકલી શકે છે. ઈડીએ ચંદા કોચર, દીપક કોચર, વેણુગોપાલ ધુત અને તેની કંપની વિડિયોકોન ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને વિડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેને આ મામલામાં નામાંકન કર્યું છે. 


સીબીઆઈએ પણ આ વ્યક્તિઓ-સંસ્થાઓનું નામાંકન કર્યું છે. તેમાં ધૂતની કંપની સુપ્રીમ એનર્જી અને દીપક કોચરની ન્યૂપાવર રીન્યુએબલ પર પણ મામલો દાખલ કર્યો છે. આરોપ છે કે ધૂતે સંબંધિત બેન્ક પાસેથી લોન મંજૂર કરાવવા માટે દીપક કોચરને રોકાણ દ્વારા લાખ પહોંચાડ્યો છે. ચંદા કોચરે એક મે 2009માં કંપનીના સીઈઓનું પદ સંભાળ્યું હતું.