નવી દિલ્હી: કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ખાદ્ય તેલના છૂટક ભાવ (Retail Prices Of Edible Oils) વૈશ્વિક બજારની સરખામણીએ એક વર્ષ પહેલા કરતા વધારે છે પરંતુ ઓક્ટોબર 2021 થી તેમાં ઘટાડો થયો છે. 167 મૂલ્ય સંગ્રહ કેન્દ્રો (Value Collection Centers)ના વલણ મુજબ દેશભરના મુખ્ય છૂટક બજારોમાં ખાદ્ય તેલના છૂટક ભાવમાં પ્રતિ કિલો રૂ. 5-20નો ભારે ઘટાડો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાદ્ય તેલની સરેરાશ છૂટક કિંમત
ઉપભોક્તા બાબતોના મંત્રાલયના ડેટા અનુસાર મંગળવારે સીંગદાણા તેલની સરેરાશ છૂટક કિંમત (Average Retail Price) 180 રૂપિયા પ્રતિ કિલો, સરસવનું તેલ 184.59 રૂપિયા પ્રતિ કિલો, સોયા તેલ 148.85 રૂપિયા પ્રતિ કિલો, સૂર્યમુખી તેલ 162.4 રૂપિયા પ્રતિ કિલો છે. પામ તેલ રૂ. 128.5 પ્રતિ કિલો હતું.


આજે પૃથ્વીને કેટલું નુકસાન થશે? પૃથ્વીની નજીકથી આજે એક સાથે પસાર થનાર છે સૌથી મોટી ત્રણ આફત!


ખાદ્યતેલોના ભાવમાં નોંધાયો કેટલો ઘટાડો?
આંકડામાં દર્શાવવામાં આવ્યું છે કે સીંગદાણા અને સરસવના તેલના છૂટક ભાવ (Prices)માં 1 ઓક્ટોબર 2021ના ભાવની સરખામણીમાં 1.50-3 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો થયો છે, જ્યારે સોયા અને સૂર્યમુખી તેલના ભાવ હવે 7-8 પ્રતિ કિલોએ ઘટી ગયા છે.


ઉપભોક્તા બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર, અદાણી વિલ્મર અને રુચિ ઇન્ડસ્ટ્રીઝ સહિતની મોટી ખાદ્ય તેલ કંપનીઓએ લીટર દીઠ રૂ. 15-20નો ઘટાડો કર્યો છે. અન્ય કંપનીઓ કે જેમણે ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો કર્યો છે તેમાં જેમિની એડિબલ્સ એન્ડ ફેટ્સ ઈન્ડિયા, હૈદરાબાદ, મોદી નેચરલ્સ, દિલ્હી, ગોકુલ રી-ફોઈલ એન્ડ સોલવન્ટ, વિજય સોલવેક્સ, ગોકુલ એગ્રો રિસોર્સિસ અને એનકે પ્રોટીન્સનો સમાવેશ થાય છે.


જો તમે અમેરિકામાં નોકરી કરવાનું વિચારી રહ્યા છો? તો વાંચો આ મહત્ત્વપૂર્ણ સમાચાર


કેવી રીતે ઘટ્યા ખાદ્યતેલોના ભાવ?
મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમતો હોવા છતાં રાજ્ય સરકારોની સક્રિય ભાગીદારી સાથે કેન્દ્ર સરકારના હસ્તક્ષેપને કારણે ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થયો છે. ખાદ્યતેલના ભાવ એક વર્ષ પહેલાની તુલનામાં વધારે છે પરંતુ ઓક્ટોબરથી નીચે આવી રહ્યા છે. આયાત ડ્યુટીમાં ઘટાડો અને સંગ્રહખોરીને અંકુશમાં લેવા જેવા અન્ય કદમોથી તમામ ખાદ્ય તેલોની સ્થાનિક કિંમતોને નીચે લાવવામાં મદદ કરી છે અને ગ્રાહકોને રાહત આપી છે. ખાદ્યતેલોની આયાત પર ભારે નિર્ભરતાને કારણે સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવાનો પ્રયાસ કરવો જરૂરી છે.


જાણો કે ભારત ખાદ્ય તેલના સૌથી મોટા આયાતકારોમાંનો એક છે કારણ કે તેનું સ્થાનિક ઉત્પાદન તેની સ્થાનિક માંગને પહોંચી વળવામાં અસમર્થ છે. દેશમાં ખાદ્યતેલોનો લગભગ 56-60 ટકા વપરાશ આયાત દ્વારા થાય છે.


ઉપભોક્તા બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે વૈશ્વિક ઉત્પાદનમાં ઘટાડા અને નિકાસ કરતા દેશો તરફથી નિકાસ કર/લેવી (Export Tax/Levy)માં વધારાને કારણે ખાદ્યતેલોની આંતરરાષ્ટ્રીય કિંમતો દબાણ હેઠળ છે. તેથી, ખાદ્યતેલોના સ્થાનિક ભાવ આયાતી તેલના ભાવો દ્વારા નક્કી કરવામાં આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube