Groundnut Oil prices Hike રાજકોટ : 2023 ના વર્ષની શરૂઆતથી જ ખાદ્ય તેલોના ભાવે માઝા મૂકી હતી. સિંગતેલ, કપાસિયા તેલના ભાવનો ગ્રાફ સતત વધી રહ્યો હતો. લોકો માટે તેલ ખાવુ મોંઘુ બની રહ્યું છે. આવામાં ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, તેલના ભાવમાં ફરીથી વધારો ઝીંકાયો છે. ગુજરાતની ગૃહિણીઓનું ફરી એક વખત બજેટ ખોરવાયું છે. સીંગતેલ, કપાસિયા અને પામોલિયન તેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો થયો છે. ચોમાસામાં ભજીયા ખાવાનો સમય આવ્યો ત્યારે જ તેલના ભાવ વધી ગયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુન મહિનાના મધ્યમા ખાદ્ય તેલના ભાવમાં ભડકો થયો છે. મે અને જુન મહિનામાં ખાદ્ય તેલના ભાવમાં સતત અપડાઉન થઈ રહ્યું છે. ત્યારે જુન મહિનાના અંતમાં ખાદ્યતેલના ભાવમાં ફરી એક વખત ભડકો થયો છે. સીંગતેલ, કપાસિયા અને પામોલિન તેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. ચોમાસામાં લોકો ગાંઠિયા, ભજીયા જેવી તળેલી અને ટેસ્ટી વસ્તુઓ વધુ આરોગતા હોય છે, ત્યારે ખાણીપીણીની ખરી સીઝન ટાંણે જ ભાવમાં વધારો કરાયો છે. 


હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આ જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી, 6 જળાશય હાઈએલર્ટ પર


કયા તેલના ભાવમાં કેટલો વધારો થયો 


  • સીંગતેલ ડબ્બાનો ભાવ 2800 થી વધી 2820 રૂપિયા થયો

  • કપાસિયા ડબ્બાનો ભાવ ૧૬૭૫થી વધુ ૧૬૯૫ રૂપિયા થયો

  • પામોલિન તેલનો ભાવ ૧૪૨૦થી ૧૪૪૦ રૂપિયા થયો


સુરતમાં લગ્નના દિવસે દુલ્હનની હત્યા, પિતરાઈ ભાઈએ આવીને ચાકુથી હુમલો કર્યો


પહેલા ભાવ વધ્યા, પછી નીચે ઉતર્યા, હવે ફરી વધ્યા
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ધૂમ આવક છતાં સિંગતેલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ખેડૂતોને રૂ. 1300 થી 1650 સુધીના ભાવ માર્કેટ યાર્ડમાં મળી રહ્યા છે. દરરોજ 10 થી 12 હજાર ગુણી મગફળીની આવક બેડી માર્કેટ યાર્ડમાં થઈ રહી છે. જોકે સિંગતેલ માટે મગફળી પિલાણ માટે ન આવતી હોવાથી સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો હતો. પરંતુ હવે ઉલટી ગંગા વહી રહી છે. માર્કેટમાં માંગ ઘટતા જ તેલના ભાવ તળિયે બેસી ગયા. મોંઘવારીને કારણે અને ઘરનું બજેટ સાચવવા ગૃહિણીઓએ તેલનો વપરાશ ઓછો કર્યો હોય તેવુ લાગી રહ્યું છે. જેથી માંગ ઘટી છે. આ કારણે તેલના ભાવ નીચે ગયા હોય તેવી શક્યતા છે. પરંતુ હવે પંદર દિવસમાં જ તેલના ભાવમાં ફરી વધારો ઝીંકાયો છે. આમ, ખાદ્યતેલના ભાવમાં સતત અપડાઉન થઈ રહ્યું છે. જેથી ભાવ સ્થિર રહેતા નથી. 


ટ્રાફિકથી ધમધમતા ગુજરાતના આ બ્રિજ પર હવે વધુ સ્પીડમાં ગાડી નહિ હંકારાય, નોંધાશે ગુનો