નવી દિલ્હી : તામિલનાડુના તુતીકોરીનમાં વેદાંતા લિમિટેડના સ્ટરલાઇટ કોપર પ્લાન્ટ મામલે ગયા અઠવાડિયે ભારે ધમાલ મચી ગઈ ગઈ હતી. આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કરાયેલા પોલીસ ફાયરિંગમાં 13 લોકોના જીવ જતા રહ્યા હતા.ભારે વિરોધના પગલે આખરે રાજ્ય સરકારે સ્ટરલાઇટ ફેક્ટરીને બંધ કરવાનો નિર્ણય લઈ લીધો છે પણ એનો ફટકો 800 લઘુ એકમોને પડશે. આ પ્રોજેક્ટ વિજળીના ક્ષેત્ર સાથે જોડાયેલો છે અને હવે એ બંધ થવાને કારણે લગભગ 50 હજાર નોકરી જતી રહેવાનો ખતરો ઉભો થઈ ગયો છે. આ ફેક્ટરીમાં બનતું કોપર દેશના તાંબા ઉદ્યોગમાં 40 ટકા યોગદાન આપે છે. હાલમાં દેશમાં 10 લાખ ટન તાંબાનું ઉત્પાદન થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Railwayએ કાલ રાતથી શરૂ કરી ખાસ સર્વિસ, કરોડો પ્રવાસીઓને થશે ફાયદો


સ્ટરલાઇટ ફેક્ટરીને જો વેદાંતાએ બંધ કરી દીધી તો એની સૌથી વધારે અસર કેબલ બનાવવાના, વાઇડિંગ વાયર યુનિટ તેમજ ટ્રાન્સફોર્મર મેન્યુફેક્ચરરના બિઝનેસ પર પડશે. આ એકમો દેશના પશ્ચિમ અને ઉત્તર ક્ષેત્રમાં આવેલા છે. લાંબા ગાળે આ વાતની અસર દેશના તાંબાના નિકાસ પર પણ પડશે. તુતીકોરીન પ્લાન્ટમાંથી લગભગ 1.6 લાખ ટન કોપરની નિકાસ થાય છે. રેટિંગ એજન્સી ઇક્રાએ એપ્રિલમાં જાહેર કરેલા એક રિપોર્ટમાં કહ્યું હતું કે દેશમાં તાંબાનો વપરાશ ક્રમશ: વધી રહ્યો છે. 


હાલમાં દેશમાં તાંબાનું ઉત્પાદન 3 મોટી કંપની ઇન્ડિયન કોપર ઇન્ડસ્ટ્રી, હિન્દુસ્તાન કોપર લિમિટેડ અને હિંડાલ્કો કરે છે. હિન્દુસ્તાન કોપર લિમિટેડ મુખ્ય ઉત્પાદક છે. અહીં દર વર્ષે 99,500 ટન તાંબાનું ઉત્પાદન થાય છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા સમાચાર પ્રમાણે હિંડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ તેમજ સ્ટરલાઇટ કોપરમાં અનુક્રમે 5 લાખ ટન તેમજ 4 લાખ ટન તાંબાનું ઉત્પાદન થાય છે. દેશના કુલ તાંબા ઉત્પાદનનો 40 ટકા હિસ્સો ચીનને નિકાસ થાય છે. આમ, તુતીકોરીન પ્લાન્ટ બંધ થવાથી લગભગ 50 હજાર જેટલી નોકરીઓ પ્રભાવિત થશે.