નવી દિલ્હીઃ Electric scooter Okaya Faast: ઇલેક્ટ્રિક સ્કૂટર માર્કેટમાં દિવસેને દિવસે સ્પર્ધા વધી રહી છે. ઘણી કંપનીઓ આ સેક્ટમાં પોતાની પ્રોડક્ટ રજૂ કરી છે. આ કડીમાં માર્કેટમાં શુક્રવારે વધુ એક ઇલેક્ટ્રિક સ્કૂટરે ફાસ્ટ એન્ટ્રી લીધી છે. પીટીઆઈના અહેવાલ પ્રમાણે ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરર કંપની ઓકાયા ઇલેક્ટ્રિક વ્હીકલે પોતાનું ઇલેક્ટ્રિક સ્કૂટર ફાસ્ટ (OKAYA Faast) રજૂ કર્યું છે. ઓકાયાએ 89,999 રૂપિયાની શરૂઆતી કિંમત (Okaya Faast price) પર તેને લોન્ચ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1999 રૂપિયામાં થશે બુકિંગ
અહેવાલ પ્રમાણે કંપનીએ શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે, ગ્રેટર નોઇડામાં આયોજીત 'ઈવી એક્સપો 21'માં તેણે આ ઇલેક્ટ્રિક સ્કૂટર શોકેસ કર્યું હતું. ઓકાયા ઈવી વેબસાઇટ કે ડીલર દ્વારા માત્ર 1999 રૂપિયામાં બુકિંગ થઈ શકે છે. આ સિવાય ઓકાયાએ ઈ-મોટરસાયકલ ફેરાટો પણ રજૂ કરી, જેને 2022ના બીજા ક્વાર્ટરમાં બજારમાં ઉતારવામાં આવી શકે છે. 


આ પણ વાંચોઃ Market માં આવી ગયો 'છોટૂ સિલેંડર', આ રીતે બદલીને ઘર લાવી શકો છો તમે


ફાસ્ટ સ્કૂટરની રેન્જ છે દમદાર
ઓકાયા ઇલેક્ટ્રિક વ્હીકલના આ નવા ઈ-સ્કૂટર  (Okaya Faast) ને એકવાર ચાર્જ કરવા પર 150-220 કિલોમીટર સુધી ચલાવી શકાય છે અને તેની મેક્સિમમ સ્પીડ 60-70 કિલોમીટર પ્રતિ કલાક છે. સ્કૂટરમાં 4.4kw લીથિયમ બેટરી લાગી છે. સાથે તેમાં એલઈડી લાઇટ, ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, ડે ટાઇન રનિંગ લાઇટ્સ અને કોમ્બિ બ્રેકિંગ સિસ્ટમ હાજર છે. 


ઈ-મોટરસાઇકલ પણ હશે શાનદાર
ઓકોયા ઇલેક્ટ્રિકના લગભગ ભારતમાં 225થી વધુ ડીલર થઈ ગયા છે. કંપનીનું કહેવું છે કે ઓકાયા સૌથી ઝડપથી આગળ વધનાર ઘરેલૂ ઈવી બ્રાન્ડ બનવાની રાહ પર છે. કંપનીએ સંકેત આપ્યો કે, આવનારા દિવસોમાં બે ઇલેક્ટ્રિક બાઇક લોન્ચ થશે જેની ટોપ સ્પીડ 80-90 કિલોમીટર પ્રતિ કલાક હશે અને ફુલ ચાર્જમાં 100 કિલોમીટરની રેન્જ હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube