ઝી મીડિયા બ્યુરો: પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG ગેસના ભાવમાં પણ વધારો થતા લોકો ઈલેક્ટ્રિક વાહનો તરફ વળતા જોવા મળ્યા છે. ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનનમાં વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2021 માં આખા વર્ષમાં જેટલા વાહન તેટલા વાહન 2022 ના પ્રથમ 4 મહિનામાં વેચાયા છે. મહત્વનું છે કે, વર્ષ 2021-22 માં 4.29 લાખ ઈલેક્ટ્રિક વાહન વેચાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત વર્ષ 2020-21 માં 1.34 લાખ ઈલેક્ટ્રિક વાહનનું વેચાણ થયું હતુ. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઈલેક્ટ્રિક વાહનના વેચાણમાં ત્રણ ગણો વધારો થયો છે. ઈલેક્ટ્રિક વાહનના વેચાણમાં ટૂ-વ્હીલરમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ગત વર્ષે માત્ર 40 હજાર જેટલા ઈલેક્ટ્રિક ટુ વ્હીલરનું વેચાણ થયું હતુ. જોકે આ વર્ષે ટુ વ્હીલરનું વેચાણ 2 લાખથી વધુએ પહોંચ્યું છે.


તો બીજી તરફ ગત વર્ષે 4 હજાર જેટલા ફોર વ્હીલરનું વેચાણ થયું હતુ, ત્યારે આ વર્ષે તે આંકડો વધીને 17 હજાર સુધી પહોંચ્યો છે. ત્યારે ઈલેક્ટ્રિક વાહનોના વેચાણની અમદાવાદમાં વાત કરીએ તો અમદાવાદમાં 2021 માં માત્ર 1495 ઈલેક્ટ્રિક વાહનોનું રજિસ્ટ્રેશન થયુ હતુ. જ્યારે 2022 ના માત્ર 4 મહિનામાં જ 1468 લોકોએ ઈલેક્ટ્રિક વાહન ખરીદ્યા છે.


ઈલેક્ટ્રિક વાહન ચલાવતા એક ચાલકે કહ્યું કે, હાલમાં વધતા પેટ્રોલ-ડીઝલન અને CNG ગેસના ભાવ કરતા ઈલેક્ટ્રિક વાહન સસ્તુ પડે છે. ઈલેક્ટ્રિક ટુ વ્હીલરમાં કિલોમીટર દીઠ માત્ર 15 થી 20 પૈસાનો ખર્ચ થાય છે, જ્યારે ફોર વ્હીલરમાં કિલોમીટર દીઠ 1 રૂપિયાનો ખર્ચ થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube