નવી દિલ્હીઃ શું તમારા ઘરમાં પણ વારંવાર લાઇટ જતી રહે છે? શું તમે કોઈપણ સૂચના વિના થતા પાવર કટથી પરેશાન છો? હવે તમારા મનમાં અસ્વસ્થ થવાને બદલે સીધી ફરિયાદ કરો. કારણ કે 24 કલાક વીજળીની સુવિધા હોવી એ તમારો અધિકાર છે. ખુદ ભારત સરકારે એક જાહેરાત બહાર પાડીને આ જાણકારી લોકોને આપી છે. કેન્દ્ર સરકારે જાહેર નોટિસ બહાર પાડી છે. આ નોટિસનું શીર્ષક 'ઉપભોક્તાઓનું સશક્તિકરણ' છે. આ નોટિસમાં ભારત સરકારના વીજળી (ગ્રાહકોના અધિકાર) નિયમો વિશે માહિતી આપવામાં આવી છે. ચાલો જાણીએ આ જાહેર નોટિસમાં શું કહેવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિનજરૂરી રીતે ન કરી શકાય લોડ શેડિંગ 
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, 'તમામ વીજ ગ્રાહકોને જાણ કરવામાં આવે છે કે વીજળી મંત્રાલયે 31 ડિસેમ્બર, 2020ના રોજ ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003ની કલમ 176 હેઠળ ઇલેક્ટ્રિસિટી (ગ્રાહકોના અધિકાર) નિયમો, 2020ને સૂચિત કર્યા હતા. આ નિયમો હેઠળ, ભારત સરકારે એવી જોગવાઈ કરી છે કે વીજ વિતરણ કંપનીઓ દ્વારા કોઈપણ યોગ્ય કારણ વગર લોડ શેડિંગ કરવામાં આવશે નહીં.


આ પણ વાંચોઃ આ શેર છે નોટો છાપવાનું મશીન, 3 વર્ષમાં આપ્યું 1100% રિટર્ન, રોકાણકારો માલામાલ


24x7 વીજ પુરવઠો ગ્રાહકોનો અધિકાર
નોટિસમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 'આ નિયમો અનુસાર, 24x7 વીજ પુરવઠો (પંચ દ્વારા નિર્દિષ્ટ ગ્રાહક શ્રેણીઓ સિવાય) ગ્રાહકોનો અધિકાર છે. જો કોઈ વિતરણ કંપની ઈરાદાપૂર્વક લોડ શેડિંગ કરે છે, તો ગ્રાહકોને વિતરણ કંપની પાસેથી વળતર મેળવવાનો અધિકાર છે. કેન્દ્ર સરકારે કનેક્શન, ડિસ-કનેક્શન, રિ-કનેક્શન, શિફ્ટિંગ, કન્ઝ્યુમર કેટેગરીમાં ફેરફાર અને લોડ, બિલ પેમેન્ટ, વોલ્ટેજ અને બિલ સંબંધિત ફરિયાદો સહિતની વિવિધ સેવાઓ માટે વિતરણ કંપની દ્વારા લેવામાં આવતો મહત્તમ સમય પણ નક્કી કર્યો છે.


વળતર મળશે
સરકારે આ જાહેર નોટિસમાં જણાવ્યું છે કે આ સેવાઓ પૂરી પાડવામાં કોઈપણ વિલંબ માટે વિતરણ કંપની દ્વારા ગ્રાહકોને વળતર આપવામાં આવશે. ગ્રાહકો https://powermin.gov.in/ પર જઈને આ નિયમોની નકલ ડાઉનલોડ કરી શકે છે. ગ્રાહકો વધુ માહિતી માટે સંબંધિત ડિસ્કોમનો પણ સંપર્ક કરી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube