એલન મસ્કના નામે નોંધાયો અનોખો રેકોર્ડ, 200 અબજ ડોલર ગુમાવનાર દુનિયાના પહેલા વ્યક્તિ બન્યા
રસપ્રદ વાત છે કે જાન્યુઆરી 2021માં મસ્ક અબજોપતિઓમાં સર્વોચ્ચ સ્થાન પર પહોંચી ગયા હતા. મસ્કની સંપત્તિમાં ઘટાડાનું સૌથી મોટું કારણ ટેસ્લાના શેરમાં ઘટાડો થવો છે.
ન્યૂયોર્કઃ ટ્વિટરના નવા બોસ એલન મસ્કને આશરે 200 અબજ ડોલરનું નુકસાન થયું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર તે આટલી મોટી રકમ ગુમાવનાર ઈતિહાસના પહેલા વ્યક્તિ બની ગયા છે. જેફ બેજોસ બાદ 200 અબજ ડોલરથી વધુની વ્યક્તિગત સંપત્તિ સુધી પહોંચનાર મસ્ક બીજા વ્યક્તિ હતા. રસપ્રદ વાત છે કે જાન્યુઆરી 2021માં મસ્ક અબજોપતિઓના લિસ્ટમાં ટોપ પર પહોંચી ગયા હતા. મસ્કની સંપત્તિમાં ઘટાડાનું સૌથી મોટું કારણ ટેસ્લાના શેરમાં ભારે ઘટાડો છે.
નવેમ્બર 2021માં મસ્કનો શેર ટોપ પર
બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર નવેમ્બર 2021માં મસ્કનો શેર 340 બિલિયનની સાથે ટોપ પર પહોંચી ગયો હતો. પરંતુ ત્યારબાદ તેમને કોઈ લાભ થયો નથી. જેફ બેજોસ બાદ મસ્ક 200 અબજ ડોલર હાસિલ કરનાર દુનિયાના બીજા વ્યક્તિ બન્યા હતા. મસ્ક બ્લૂમબર્ગ અબજપતિ ઇન્ડેક્સમાં સર્વોચ્ચ પર છે, પરંતુ બાદમાં તેમણે LVMH ના સીઈઓ બર્નાર્ડ અરનોલ્ટે પાછળ છોડી દીધા છે. મસ્કની કુલ સંપત્તિ પહેલા 338 અબજ ડોલર હતી. મસ્ક દ્વારા 44 અબજ ડોલરમાં ટ્વિટરનું અધિગ્રહણ કર્યા બાદ ટેસ્લાના શેરમાં આ ઘટાડો થયો છે.
આ પણ વાંચોઃ સુકન્યા અથવા પીપીએફ નહીં, આ યોજનામાં મળશે સૌથી વધુ વ્યાજ, જુઓ કેટલી થશે કમાણી
નવા સીઈઓ શોધી રહ્યાં છે મસ્ક
મસ્કે કંપની સંભાળ્યા બાદથી ટ્વિટરનું ભવિષ્ય ખતરામાં પડી ગયું છે. તેમણે સીઈઓ પરાગ અગ્રવાલ, સીએફઓ સહગલ અને પોલિસી પ્રમુખ વિજયા ગડ્ડે સહિત સર્વોચ્ચ અધિકારીઓને બહાર કરી દીધા હતા. ત્યારબાદ મસ્કે પોતાના 50 કર્મચારીઓને પણ બહારનો રસ્તો દેખાડી દીધો હતો. બીજી તરફ મસ્ક, ટેસ્લા અને ટ્વિટરના સીઈઓના રૂપમાં પદ છોડવા માટે તૈયાર છે. તેથી એલન મસ્ક હજુ પણ એક નવા ટ્વિટર સીઈઓની શોધ કરી રહ્યાં છે.
આ પણ વાંચોઃ બેંક ખાતામાં પડેલા પૈસાથી ઘરે બેઠા એકસ્ટ્રા પૈસા કમાઓ, આ ટિપ્સ તમારા કામમાં આવશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube