Bernard Arnault Networth : દુનિયામાં દિગ્ગજ અરબપતિઓનું લિસ્ટ ફરીથી જાહેર થઈ ગયું છે. આ વખતે અરબપતિ બનવાનો આખેઆખો ખેલ પલટાયો છે. એલન મસ્કને પછાડીને બર્નાર્ડ અરનૉલ્ટ દુનિયાના સૌથી અમીર શખ્સ બની ગયા છે. ફોર્બ્સ મેગેઝીનદ્વારા દુનિયાના સૌથી અમીર શખ્સોનું લિસ્ટ જાહેર કરાયું છે. જેમાં બર્નાર્ડ અરનૉલ્ટે એલન મસ્કને પાછળ છોડી દીધા છે. બર્નાર્ડ અરનૉલ્ટની નેટવર્થ વધીને 207.6 અરબ ડોલર પર પહોંચી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અબજોપતિઓના નામ


  • બર્નાર્ડ અરનૉલ્ટ - 207.8 અબજ ડોલર

  • ઈલોન મસ્ક - 204.7 અબજ ડોલર

  • જેફ બેઝોસ - 181.3 અબજ ડોલર

  • લેરી એલિસન - 142.2 અબજ ડોલર

  • માર્ક ઝુકરબર્ગ - 139.1 અબજ ડોલર

  • વોરેન બફેટ - 127.2 અબજ ડોલર

  • લેરી પેજ - 127.1 અબજ ડોલર

  • બીલ ગેટ્સ - 122.9 અબજ ડોલર

  • સર્ગેઈ બ્રિન - 121.7 અબજ ડોલર

  • સ્ટીવ બાલ્મર - 118.8 અબજ ડોલર


મસ્કથી આગળ નીકળી ગયા બર્નાર્ડ અરનૉલ્ટ 
ફોર્બ્સ બિલિયોનર્સ ઈન્ડેક્સ મુજબ, બર્નાર્ડ અરનૉલ્ટની નેટવર્થ 207.6 અરબ ડોલર પર પહોંચી ગઈ છે. બ્લૂમબર્ગ મુજબ, તેમની સંપત્તિમાં એકઝાટકે 18.6 અરબ ડોલરનો ઉછાળો આવ્યો છે. આ ઉછાળને કારણે તેઓ એલન મસ્કથી આગળ નીકળી ગયા છે. મસ્કની કંપની ટેસ્લના શેરમાં પણ ભારે ઘટાડો આવ્યો છે. તેથી એલન મસ્કની નેટવર્થમાં ઘટાડો થઈને 204.7 અરબ ડોલર થઈ ગઈ છે. હવે બંને અરબપતિઓ વચ્ચેનું અંતર 2.9 અરબ ડોલરનું થઈ ગયું છે. 


ઈસ્રી કરતા પહેલા પ્રેસ પર રગડો થોડું મીઠુ, પછી જુઓ કપડામાં જાદું


ટોપ-10 માં કોઈ ભારતીય નહિ
આ યાદીમાં ટોપ ટેનમાં ભારતનો કોઈ અબજપતિ સામેલ નથી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી $104 બિલિયન (લગભગ રૂ. 8.64 લાખ કરોડ)ની નેટવર્થ સાથે 11મા સ્થાને છે. જ્યારે ગૌતમ અદાણી આ યાદીમાં 16માં નંબરે છે. તેમની કુલ સંપત્તિ 75 અબજ ડોલર (રૂ. 6.23 લાખ કરોડ) છે.


બર્નાર્ડ આર્નોલ્ટ કોણ છે?
બર્નાર્ડ આર્નોલ્ટને આધુનિક લક્ઝરી ફેશન ઉદ્યોગના ગોડફાધર માનવામાં આવે છે. તેઓ વિશ્વના સૌથી મોટા ફેશન જૂથ લૂઈસ વીટન મોટ હેનેસીના સ્થાપક, અધ્યક્ષ અને સૌથી મોટા શેરહોલ્ડર છે. માર્કેટ કેપની દૃષ્ટિએ બર્નાર્ડનું જૂથ તેના નજીકના હરીફ કેરિંગ કરતાં લગભગ ચાર ગણું મોટું છે. LVMH પાસે 60 પેટાકંપનીઓની 75 લક્ઝરી બ્રાન્ડ્સ છે.


પાણીને ગરમ કરતો રોડ સફેદ થઈ ગયો છે, તો આ રીતે કરો સાફ, નહિ તો લાઈટ બિલ વધુ આવશે