નવી દિલ્હી: ભારતીય ઉદ્યોગપતિ આનંદ મહિંન્દ્રા હંમેશાં સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેઓ ફોટો અને વીડિયો પોસ્ટ કરીને ભારતનું ટેલેન્ટ શોધવાનો પ્રયત્ન કરતા હોય છે. તાજેતરમાં પણ આવું જ કંઈક બન્યું છે અને તેમણે એક તસવીર શેર કરી છે, જેણે જોયા બાદ તમે હસી હસીને લોટપોથ થઈ જશો અને જૂના જમાનાના દિવસો યાદ આવી જશે. આજે પણ તેમણે એક તસવીર શેર કરી છે અને Tesla Inc. ના સીઈઓ Elon Muskને ટેગ કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મસ્કે પણ નહીં જોઈ હોય આવી ટેસ્લા
આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર બળદગાડાનું પેન્ટિંગ શેર કર્યું છે, સાથે મસ્કને ટેગ કરીને લખ્યું છે, 'BACK to the Future'. આ પેન્ટિંગમાં નીચે કેપ્શનમાં લખ્યું છે,આ છે અસલી ટેસ્લા વ્હીકલ, ના ગૂગલ મેપની જરૂરિયાત, ના ઈંઘન ખરીદવાની, કોઈ પ્રદૂષણ નહીં, પોતાની જાતે એકદમ સુરક્ષિત ચાલનાર કાર, બસ ઘરે આવવા અને ઓફિસ જવા માટે સેટિંગ સેટ કરો, આરામ કરો, ઉંધી લો અને પોતાના ડેસ્ટિનેશન પર પહોંચી જશે.



આનંદ મહિન્દ્રાનું આ ટ્વીટ થોડીક જ ક્ષણોમાં જોરદાર વાયરલ થઈ ગયું. લોકો રિપ્લાયમાં એકથી એક ચઢીયાતુ ટ્વીટ કરવા લાગ્યા. તેમાંથી અમુક તમે પણ જોઈ શકો છો...



એક યૂઝરે લખ્યું છે કે, ઓટોનોમસ ડ્રાઈવિંગ પશ્ચિમી દેશોની દુનિયા માટે નવા જમાનાની ચીજ હોઈ શકે છે, પરંતુ અમે ભારતીયો સદીઓથી તેના વિશે જાણીએ છીએ, જ્યાં યાત્રા શરૂ કરવાની અને અંતનું લોકેશન સેટ હોય છે. 



એટલું જ નહીં, અન્ય એક યૂઝરે બળદગાડાનો એક શાનદાર વીડિયો પણ શેર કર્યો છે. તેમાં ગાડી વિના કોઈ ગાડીવાન પોતાની જાતે જ ચાલી રહી છે, અને પાછળ તેમાં ઘાસચારો ભરેલો છે.