ઘટી શકે છે તમારો EMI, આરબીઆઇ ઘટાડી શકે છે રેપો રેટ
આગામી દિવસોમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) રેપો રેટ (જે રેટ પર આરબીઆઇ બેંકોને લોન આપે છે) ઓછો કરી શકે છે. આર્થિક તજજ્ઞોનું કહેવું છે કે વૈશ્વિક આર્થિક મંદીના લીધે ઘરેલૂ બજારમાં વિકાસની સંભાવનાઓ મંદ પડી રહી છે. એવામાં લિક્વિડને વધારવા માટે આરબીઆઇ રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરી શકે છે.
નવી દિલ્હી: આગામી દિવસોમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) રેપો રેટ (જે રેટ પર આરબીઆઇ બેંકોને લોન આપે છે) ઓછો કરી શકે છે. આર્થિક તજજ્ઞોનું કહેવું છે કે વૈશ્વિક આર્થિક મંદીના લીધે ઘરેલૂ બજારમાં વિકાસની સંભાવનાઓ મંદ પડી રહી છે. એવામાં લિક્વિડને વધારવા માટે આરબીઆઇ રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરી શકે છે.
આ પહેલાં ફેબ્રુઆરી મહિનામાં રિઝર્વ બેંકે રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. આ ઘટાડા બાદ 18 મહિના બાદ કરવામાં આવ્યો હતો. હાલમાં રેપો રેટ 6.25 ટકા છે. રિવર્સ રેપો રેટને પણ 25 બેસિસ પોઇન્ટ ઘટાડીને 6 ટકા કરી દેવામાં આવ્યો હતો. જો રેપો રેટમાં ઘટાડો કરવામાં આવે છે તો તમારો ઇએમઆઇ ઓછો થશે, કારણ કે 1 એપ્રિલ 2019થી લોનના દર રેપો રેટના આધારે નક્કી કરવામાં આવશે. હાલમાં આ MCLR ના આધારે નક્કી કરવામાં આવે છે.
HYUNDAI 'પેનિક બટન'થી સજ્જ ખાસ એસયૂવી રજૂ કરશે, આ ખાસ ફીચર પણ હશે
હાલમાં બેંક કેશની સમસ્યા સામે ઝઝૂમી રહી છે. એવામાં 26 માર્ચના રોજ રિઝર્વ બેંકે ડોલર-રૂપિયા અદલા બદલી હરાજી પ્રક્રિયા હેઠળ લગભગ 5 અરબ ડોલર (35000 કરોડ રૂપિયા) બેંકોને આપ્યા છે. ઇંડસ્ટ્રીયલ ગ્રોથ રેટ પણ સતત ઓછો થઇ રહ્યો છે અને આગામી દિવસોમાં તેમાં સુધારાની કોઇ સંભાવના જોવા મળી રહી નથી.
ગર્વનર શક્તિકાંત દાસની અધ્યક્ષતાવાળી આરબીઆઇની મોનેટરી પોલિટી કમિટી (MPC) ની ત્રણ દિવસીય બેઠક મુંબઇમાં યોજાવવાની છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બેઠક બાદ 4 એપ્રિલના રોજ રેપો રેટમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવશે. ગર્વનર દાસ પહેલાં જ ઇંડસ્ટ્રીના લોકો, રોકાણકારો અને MSMEs સાથે બેઠક કરી ચૂક્યા છે.
ઇંડસ્ટ્રીના લોકોનું કહેવું છે કે ફૂગાવો સતત ઘટી રહ્યો છે. આરબીઆઇ આ પ્રયત્નમાં મોંઘવારી દર 4 ટકાની આસપાસ રહે. પરંતુ ફેબ્રુઆરીમાં WPI (જથ્થાબંધ મોંઘવારી દર) 2.93 ટકા અને છુટક મોંઘવારી દર 2.57 ટકા રહ્યો છે. એવામાં બજારમાં વધુ કેશની જરૂર છે જેથી મોંઘવારી દરમાં ઉછાળો આવ્યો, જેની સીધી અસર ઇંડસ્ટ્રીયલ પ્રોડ્ક્શન પર પડે છે. કેશ ફ્લો વધવાથી માંગ વધે છે, જેથી મોંઘવારી દર પણ વધે છે. માંગ વધવાથી ઓદ્યોગિક ઉત્પાદન (ઇંડસ્ટ્રીયલ પ્રોડ્ક્શન) પણ વધે છે જે અર્થવ્યવસ્થા માટે સકારાત્મક સંકેત છે. જાન્યુઆરી મહિનામાં ઓદ્યોગિક દર ઘટીને 1.7 ટકા પર પહોંચી ગયો છે જે બરોબર એક વર્ષ પહેલાં (જાન્યુઆરી 2018) 7.5 ટકા હતો.