RBI Repo Rate: RBIએ સતત છઠ્ઠી વખત વ્યાજદરોમાં વધારો કર્યો છે. રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરાતા રેપો રેટ 6.50 ટકા સુધી પહોંચ્યો છે. રેપો રેટમાં વધારાથી હોમ લોન સહિતની લોન મોંઘી બનશે, કેમ કે બેંકો અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ હવે વ્યાજદરોમાં વધારો કરશે તેવી પ્રબળ શક્યતાઓ. જેને જોતાં હોમ લોનનાં EMI વધી જશે.      


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

25 લાખ રૂપિયાની હોમ લોન પર EMI કેટલો વધશે?
જો તમે 20 વર્ષ માટે 25 લાખ રૂપિયાની હોમ લોન 8.60 ટકાનાં વ્યાજે લીધી છે, તો તમે અત્યાર સુધી 21,854 રૂપિયાનો EMI ચૂકવી રહ્યા છો. જો કે હવે રેપો રેટ 0.25 ટકા વધતાં વ્યાજદર વધીને 8.85 ટકા થઈ શકે છે. જેને જોતાં EMI વધીને 22,253 રૂપિયા થશે, એટલે કે EMIમાં 400 રૂપિયાનો વધારો થશે.


40 લાખ રૂપિયાની હોમ લોન પર EMI કેટલો વધશે?
જો તમે 20 વર્ષ માટે 40 લાખ રૂપિયાની હોમ લોન 8.60 ટકાનાં વ્યાજે લીધી છે, તો તમે અત્યાર સુધી 34,967 રૂપિયાનો EMI ચૂકવી રહ્યા છો. જો કે હવે રેપો રેટ 0.25 ટકા વધતાં વ્યાજદર વધીને 8.85 ટકા થઈ શકે છે. જેને જોતાં EMI વધીને 35,604 રૂપિયા થશે, એટલે કે EMIમાં 637 રૂપિયાનો વધારો થશે.


50 લાખ રૂપિયાની હોમ લોન પર EMI કેટલો વધશે?
જો તમે 15 વર્ષ માટે 50 લાખ રૂપિયાની હોમ લોન 8.60 ટકાનાં વ્યાજે લીધી છે, તો તમે અત્યાર સુધી 49,531 રૂપિયાનો EMI ચૂકવી રહ્યા છો. જો કે હવે વ્યાજદર વધતાં EMI વધીને 50,268 રૂપિયા થઈ શકે છે, એટલે કે EMIમાં 737 રૂપિયાનો વધારો થશે.