રાતોરાત કરોડપતિ બની ગયા ફ્લિપકાર્ટના આ કર્મચારીઓ, વાંચીને દંગ રહી જશો
ફ્લિપકાર્ટ વેચાઈ ગઈ છે. અમેરિકાની સૌથી મોટી રિટેલ કંપની વોલમાર્ટે કંપનીમાં 77 ટકા ભાગીદારી ખરીદી લીધી છે. ઈ-કોમર્સ સેક્ટરની સૌથી મોટી ડીલથી ફ્લિપકાર્ટના ફાઉન્ડર્સ માલામાલ થઈ ગયા છે. હકીકતમાં આ ડીલથી ફ્લિપકાર્ટ ફાઉન્ડર્સને ખુબ જ ફાયદો થયો છે. જો કે કો-ફાઉન્ડર સચિન બંસલે કંપનીને અલવિદા કહી દીધુ છે. પરંતુ બિન્ની બંસલ હવે નવી કંપનીના ચેરમેન હશે. ફાઉન્ડર્સને જ પણ ફાયદો થયો પરંતુ કંપનીના કેટલાક કર્મચારીઓ પણ આ ડીલના કારણે રાતોરાત કરોડપતિ બની ગયાં.
નવી દિલ્હી: ફ્લિપકાર્ટ વેચાઈ ગઈ છે. અમેરિકાની સૌથી મોટી રિટેલ કંપની વોલમાર્ટે કંપનીમાં 77 ટકા ભાગીદારી ખરીદી લીધી છે. ઈ-કોમર્સ સેક્ટરની સૌથી મોટી ડીલથી ફ્લિપકાર્ટના ફાઉન્ડર્સ માલામાલ થઈ ગયા છે. હકીકતમાં આ ડીલથી ફ્લિપકાર્ટ ફાઉન્ડર્સને ખુબ જ ફાયદો થયો છે. જો કે કો-ફાઉન્ડર સચિન બંસલે કંપનીને અલવિદા કહી દીધુ છે. પરંતુ બિન્ની બંસલ હવે નવી કંપનીના ચેરમેન હશે. ફાઉન્ડર્સને જ પણ ફાયદો થયો પરંતુ કંપનીના કેટલાક કર્મચારીઓ પણ આ ડીલના કારણે રાતોરાત કરોડપતિ બની ગયાં.
કેવી રીતે બન્યા કરોડપતિ
વોલમાર્ટ સાથે ડીલ થથા ફ્લિપકાર્ટના કર્મચારીઓને શેરના બદલે મોટી રકમ મળી. હકીકતમાં ફ્લિપકાર્ટના આ કર્મચારીઓ પાસે ઈસોપ્સ (એમ્પ્લોઈ સ્ટોક ઓનરશિપ પ્લાન) અંતર્ગત કંપનીના શેર હતાં. દુનિયાની સૌથી મોટી રિટેલ કંપની વોલમાર્ટે 1 લાખ કરોડ રૂપિયાથી વધુમાં ફ્લિપકાર્ટમાં 77 ટકા ભાગીદારી ખરીદી છે.
દરેક કર્મચારીને 65 કરોડ રૂપિયાનો ફાયદો
વોલમાર્ટ સાથે થયેલી ડીલથી ફ્લિપકાર્ટના કર્મચારીઓના શેરની વેલ્યુ પણ વધી ગઈ. આ એ કર્મચારીઓ છે જેમની પાસે કંપનીના શેર હતા. દેશના ઈતિહાસમાં પહેલી તક છે કે જ્યારે કોઈ કંપનીના કર્મચારીઓની સંપત્તિ આટલી વધી હોય. ફ્લિપકાર્ટના કર્મચારીઓના ઈસોપ્સની વેલ્યુ વધીને લગભગ 13455 કરોડ એટલે કે 2 અબજ ડોલર થઈ ગઈ છે. ફ્લિપકાર્ટના 100 હાલના અને જૂના કર્મચારીઓ પાસે ઈસોપ્સના શેર છે. દરેક કર્મચારીના ઈસોપ્સની વેલ્યુ 1 કરોડ ડોલર (લગભગ 65 કરોડ રૂપિયા) સુધી પહોંચી ગઈ.
બાયબેક બનાવશે કરોડપતિ
સૂત્રોના જણાવ્યાં મુજબ વોલમાર્ટ મેચ્યોર ઈસોપ્સ માટે 100 ટકા બાયબેકની ઓફર લાવશે. કંપનીના જે કર્મચારીઓ પાસે જેટલા પણ શેર છે તેમને પ્રતિ શેર 150 ડોલર (10000 રૂપિયા)ના દરે વેચવાનો વિકલ્પ આપવામાં આવશે. આ એલાન બાદ ફ્લિપકાર્ટ ગ્રુપના જે કર્મચારીઓ કરોડપતિ બનવાના છે તેમાં ફોન-પે ના સીઈઓ અને સંસ્થાપક સમીર નિગમ, ફ્લિપકાર્ટના પૂર્વ ચીફ ટેક્નોલોજી ઓફિસર આમોદ માલવીય, વેબફોર્મ ઉડાનમાં ઓપરેશન્સ ડિપાર્ટમેન્ટના પૂર્વ પ્રેસિડેન્ટ સુજીતકુમારના નામ સામેલ છે. ફ્લિપકાર્ટે આ સ્ટોક ઓપ્શન્સ ચાર વર્ષમાં આપ્યા હતાં. જેમાં એક વર્ષ બાદ કર્મચારીઓને દર મહિને તેમને ચૂકવણી કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.
ફ્લિપકાર્ટે પણ આપી ચાર તક
ફ્લિપકાર્ટે પણ ઈસોપ્સ રાખનારા કર્મચારીઓને સમય સમય પર તેને વેચવાની તક આપી હતી. ગત વર્ષ ડિસેમ્બરમાં કંપનીએ ચોથી ઈસોપ રીપરચેઝ પ્રોગ્રામને પૂરો કર્યો હતો. જેમાં કંપનીએ 10 કરોડ ડોલર (લગભગ 6.5 અબજ રૂપિયા)ના શેર બાયબે કર્યા હતાં. આ દેશમાં કોઈ પણ પ્રાઈવેટ કંપની તરફથી આ પ્રકારનો સૌથી મોટો બાયબેક પ્રોગ્રામ હતો. જેમાં કંપનીના 3000 હાલના અને પૂર્વ અધિકારીઓએ ભાગ લીધો હતો. જેમાં મિંત્રા અને જબંગના એક્ઝિક્યુટિવ્સ પણ સામેલ હતાં.