EPFO Update: રિટાયરમેન્ટ ફંડ બોડી EPFO​​એ એમ્પલોયર માટે પગાર સંબંધિત માહિતી વગેરે અપલોડ કરવાની સમય મર્યાદા 31 જાન્યુઆરી 2025 સુધી લંબાવી દીધી છે. આ સમય મર્યાદા 3.1 લાખ અરજીઓ માટે છે જે ઉચ્ચ પગાર પર પેન્શન માટે પેન્ડિંગ છે. લેબર મિનિસ્ટ્રી દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, EPFO​ દ્વારા ઉચ્ચ પગાર પર પેન્શન માટે સંયુક્ત વિકલ્પોની વેરિફિકેશન માટે આવેદન સબમિટ કરવા માટે ઓનલાઇન સુવિધા ઉપલબ્ધ કરાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

11 જુલાઈ 2023 સુધીમાં પેન્શનરો પાસેથી 17.49 લાખ અરજીઓ મળી
સુપ્રીમ કોર્ટના 4 નવેમ્બર 2022ના આદેશના પાલનમાં આ સુવિધા પાત્ર પેન્શનરો અથવા મેમ્બર માટે 26 ફેબ્રુઆરી 2023ના રોજ રજૂ કરવામાં આવી. તે 3 મે 2023 સુધીમાં ઉપલબ્ધ કરાવવાનું હતું. જો કે, કર્મચારીઓની રજૂઆતોને ધ્યાનમાં લઈને પાત્ર પેન્શનરો/સભ્યોને અરજી દાખલ કરવા માટે ચાર મહિનાનો સમય આપવા માટે સમય મર્યાદા 26 જૂન 2023 સુધી લંબાવવામાં આવી છે. તેમને કોઈપણ મુશ્કેલી દૂર કરવા માટે 15 દિવસનો વધારાનો સમય પણ આપવામાં આવ્યો હતો. આ અરજીઓ જમા કરવાની છેલ્લી તારીખ 11મી જુલાઈ 2023 હતી અને આ તારીખ સુધી પેન્શનરો પાસેથી 17.49 લાખ અરજીઓ મળી છે.


આને કહેવાય પરફેક્ટ ફિમેલ બોડી... 25 વર્ષની ઈન્ફ્લુએન્સરને જોઈને AIએ આવું કેમ કહ્યું?


3.1 લાખથી વધુ એપ્લીકેશન હજુ પણ એમ્પ્લોયર પાસે પેન્ડિંગ
જો કે, આ પછી પણ એમ્પ્લોયર અને એમ્પ્લોયર એસોસિએશનો દ્વારા પગારની વિગતો અપલોડ કરવા માટેનો સમય વધારવાની વિનંતી કરવા પર પગારની વિગતો વગેરે ઓનલાઈન સબમિટ કરવાની અંતિમ તારીખ પહેલા 30 સપ્ટેમ્બર 2023 સુધી, ત્યારબાદ 31 ડિસેમ્બર 2023 સુધી અને ત્યારબાદ 31 મે 2024 સુધી લંબાવવામાં આવી છે. વધુ સમય આપવા છતાં પણ એવું જણાયું હતું કે, સંયુક્ત વિકલ્પોની ચકાસણી માટેની 3.1 લાખથી વધુ અરજીઓ હજુ પણ નોકરીદાતાઓ પાસે પેન્ડિંગ છે.


શિયાળામાં ઠંડા પાણીથી નહાવાથી મેન્ટલ હેલ્થથી લઈ ઈમ્યૂનિટી સુધી થાય છે અનેક ફાયદા


મંત્રાલયે જણાવ્યું હતું કે, એટલા માટે નોકરીદાતાઓને 31 જાન્યુઆરી, 2025 સુધી 'છેલ્લી તક' આપવામાં આવી રહી છે, તેવી તેઓ આ પેન્ડિંગ એપ્લીકેશનનું સમાધાન કરવા અને તેને જલ્દી અપલોડ કરી શકે. આ સાથે એમ્પ્લોયરોને વિંનતી કરવામાં આવી છે કે, તેઓ 15 જાન્યુઆરી 2025 સુધીમાં 4.66 લાખથી વધુ મામલાઓમાં જવાબો સબમિટ કરવા અને માહિતી અપડેટ કરે. જ્યાં એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ તેના દ્વારા મળેલી અને તપાસવામાં આવેલી અરજીઓ અંગે વધારાની માહિતી માંગી છે.