Videocon વિવાદ મુદ્દે ICICI મેનેજમેન્ટે ચંદા કોચર સાથે છેડો ફાડ્યો: આપ્યું ચોંકાવનારૂ નિવેદન
આઇસીઆઇસીઆઇ બેંકે કહ્યું કે ચંદા કોચરની વિરુદ્ધ ચાલી રહેલી તપાસથી આગળ વધારે તપાસની નોબત આવી શકે છે
નવી દિલ્હી : ICICI BANK એ કહ્યું કે, તેની મેનેજિંગ ડારેક્ટર ચંદા કોચરની વિરુદ્ધ ચાલી રહેલી તપાસની આગળ વધારે તપાસની જરૂરિયાત પડી શકે છે. તેના કારમે તેના ખર્ચમાં વધારો થવાની સાથે સાથ તેની શાખ પર પણ અસર પડશે. બેંકની ઓડિટ કમિટીએ જુનમાં સુપ્રીમ કોર્ટનાં પૂર્વ ન્યાયાધીશ બી.એન શ્રીકૃષ્ણાની અધ્યક્ષતામાં એક સ્વતંત્ર તપાસ સમિતીની રચના કરી હતી. સમિતીનું કામ ચંદાની વિરુદ્ધ અલગ અલગ આરોપોની તપાસ કરવાનું છે.
ભાઇ-ભત્રીજા વાદ સહિતનાં ઘણા આરોપ
આ આરોપોમાં ભાઇ-ભત્રીજા વાદ, એકબીજાને લાભ પહોંચાડવો તથા વીડિયોકોન જુથને તથા તેના પતિ દીપક કોચરનાં નિયંત્રણની કંપની વચ્ચે લેવડ દેવડનાં હિતોની ટક્કરનો સમાવેશ થાય છે. આઇસીઆઇસીઆઇ બેંકે અમેરિકી પ્રતિભુતૂ અને વિનિમય પંચ (યુએસએસઇસી)ને 31 જુલાઇના રોજ માહિતી આપવામાં આવી હતી. નિયામકીય અને પ્રવર્તન પ્રાધિકરણ દ્વારા તપાસનું જોખમ વધ્યું છે. તેના કારણે અમારી શાખ પર અસર પડી શકે છે. તેના કારણે વધારાનો ખર્ચ ઉઠાવવો પડી શકે છે જેના કારણે વ્યાપાર કરવાની ક્ષમતા પર અસર પડી શકે છે.
સંદીપ બક્શી સંભાળી રહ્યા છે કમાન
તપાસના કારણે કોચરને રજા પર મોકલવામાં આવ્યા છે. તેઓ 19 જુન 2018થી રજા પર છે. બીજી તરફ બેંકે સંદીપ બક્શીને બેંકના મુખ્ય સંચાલન અધિકારી નિયુક્ત કર્યા છે. તે સીધા જ બોર્ડને રિપોર્ટ કરે છે.
શું છે મુદ્દો
આ મુદ્દો તપાસનાં વર્તુળમાં છે. તેમાં બેંક દ્વારા 2012ના વીડિયોકોન જુથને આપવામાં આવેલી લોનનાં પુન: ગઠનમા કોચરના પરિવારના સભ્યોની ભુમિકા, કોચર અને તેના પરિવારનાં સભ્યો પર કેટલાક એકમોને અપાયેલ લેવડ-દેવડ અને હિતોના ટકરાવનો આરોપ છે.