EPF માં કે PPF માં જાણો કઈ બચત યોજનાઓમાં મળે છે સૌથી વધુ વ્યાજ? જલ્દી જાણી લો તમારા ફાયદાની વાત
નાણામંત્રીએ કહ્યું કે ઈપીએફઓ એક કેન્દ્રીય બોર્ડ છે. જે નક્કી કરે છે કે કેટલો દર આપવામાં આવશે. અને તેણે આ લાંબા સમયથી નથી બદલ્યું. તેણે હવે તેને બદલીને 8.1 ટકા કર્યું છે. સીતારમણે વધુમાં કહ્યું કે આ ઈપીએફઓ કેન્દ્રીય બોર્ડે લાવેલો એક નિર્ણય છે જેન પ્રતિનિધિઓનું એક વ્યાપક સ્પેક્ટ્રમ છે.
નવી દિલ્લીઃ નાણામંત્રીએ કહ્યું કે ઈપીએફઓ એક કેન્દ્રીય બોર્ડ છે. જે નક્કી કરે છે કે કેટલો દર આપવામાં આવશે. આ બોર્ડ દ્વારા છેલ્લાં ઘણાં લાંબા સમયથી વ્યાજદરોમાં કોઈ ફેરફાર કરાયો નહોતો. તેથી આ ફેરફાર અપેક્ષિત જ હતો. હવે તેમાં ફેરફાર કરીને વ્યાજદરને બદલીને 8.1 ટકા કરવામાં આવ્યું છે. સીતારમણે વધુમાં કહ્યું કે આ ઈપીએફઓ કેન્દ્રીય બોર્ડે લાવેલો એક નિર્ણય છે જેન પ્રતિનિધિઓનું એક વ્યાપક સ્પેક્ટ્રમ છે.
કર્મચારી ભવિષ્ય નિધિ એટલે કે ઈપીએફ જમા કરાવવા પર આપવામાં આવતા પીએફ વ્યાજદરને ચાર દાયકાને નીચલા સ્તર પર 8.1 ટકા કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ઈપીએફઓના કેન્દ્રીય બોર્ડે કરેલા પ્રસ્તાવનો બચાવ કરતા કહ્યું છે કે, આ દર આજની વાસ્તવિકતાઓ પર નક્કી થાય છે. અન્ય નાના બચત સાધનો પર વ્યાજ દર વધુ ઓછા છે. જણાવી દઈએ કે ઈપીએફઓની ભલામણ મંજૂર કરવા માટે નાણા મંત્રાલય નોડલ ઓથોરિટી છે.
ઈપીએફનો વ્યાજદર-
નાણામંત્રીએ કહ્યું કે ઈપીએફઓ એક કેન્દ્રીય બોર્ડ છે. જે નક્કી કરે છે કે કેટલો દર આપવામાં આવશે. અને તેણે આ લાંબા સમયથી નથી બદલ્યું. તેણે હવે તેને બદલીને 8.1 ટકા કર્યું છે. સીતારમણે વધુમાં કહ્યું કે આ ઈપીએફઓ કેન્દ્રીય બોર્ડે લાવેલો એક નિર્ણય છે જેન પ્રતિનિધિઓનું એક વ્યાપક સ્પેક્ટ્રમ છે.
ઈપીએફઓએ આ મહિનાની શરૂઆતમાં નાણાંકીય વર્ષ 2021-22 માટે વ્યાજ દરને ચાર દાયકાના નીચેના સ્તર પર 8.1 ટકા પર લાવવાનો નિર્ણય કર્યો હતો. નાણાંકીય વર્ષ 2020-21 માટે આ દર 8.5 ટકા હતો.
પીપીએફ સહિત અન્ય યોજનાના વ્યાજ દર-
નાણામંત્રી નિર્મલા સીતારમણે અન્ય યોજનાઓના તુલનાત્મક પ્રચલિત વ્યાજ દરોનો હવાલો આપતા કહ્યું કે, સુકન્યા સમૃદ્ધિ યોજના 7.6 ટકા, વરિષ્ઠ નાગરિક બચત યોજનાના 7.4 ટકા અને પીપીએફ 7.1 ટકા આપે છે. જ્યારે એસબીઆઈની 5 થી 10 વર્ષની અવધઇ માટે 5.50 ટકા વ્યાજ મળશએ છે.
સાથે તેમણે કહ્યું કે, આ બધાની સાથએ ઈપીએફઓએ તેને 8.1 ટકા વ્યાજ દર આપવાનું આહ્વાન કર્યું છે. નાણામંત્રીએ કહ્યું કે છેલ્લા 40 વર્ષોથી આ દર ઓછા નથી કરવામાં આવ્યા. આજની આ વાસ્તવિકતા છે. જે આપણને કેન્દ્રીય બોર્ડે લીધેલા નિર્ણયોના સંદર્ભમાં રાખે છે. જેની નાણા મંત્રાલયની પાસે મંજૂરી આપવાનું હજી બાકી છે. પરંતુ આ તથ્ય છે કે આ દરો આજે પણ પ્રચલિત છે અને ઈપીએફઓ અન્યોની તુલનામાં આજે પણ વધારે જ છે.