નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નીધિ સંગઠન એટલે (EPFO) એ તેના 6 કરોડથી વધુ સભ્યોને એલર્ટ કર્યા છે. EPFO પીએફ તરીકે કાપવામાં આવેલી કર્મચારીઓની રકમનું સંચાલન કરે છે. જો તમે પણ EPFO ​​ના સભ્ય છો, તો તમારા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. EPFOએ સાયબર ક્રાઈમને લઈને એલર્ટ કર્યા છે. સાયબર અપરાધીઓ EPFOના નામે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ સભ્યોને ફોન કરીને તેમની અંગત વિગતો માંગી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

EPFO આ કામ કરતું નથી
EPFOએ ટ્વીટ કરીને લખ્યું છે કે 'ફેક કોલ અને SMSથી સાવધ રહો. EPFO ક્યારેય તેમના સભ્યોને ફોન, ઈ-મેલ અથવા સોશિયલ મીડિયા પર અંગત વિગતો શેર કરવાનું કહેતું નથી. EPFO અને તેના કર્મચારીઓ આવી માહિતી ક્યારેય પૂછતા નથી. EPFOએ સભ્યોને  UAN, PAN, પાસવર્ડ, બેંક ખાતાની વિગતો, OTP, આધાર અને નાણાકીય વિગતો કોઈની સાથે શેર ન કરવાની સલાહ આપી છે. સાયબર અપરાધીઓ EPFO ​​સભ્યોની અંગત વિગતોનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી શકે છે અને સભ્યોને આર્થિક નુકસાન પણ વેઠવું પડી શકે છે.



EPF શું છે?
એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) એ નિવૃત્તિ યોજના છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તેનું સંચાલન કરે છે. EPF સ્કીમમાં કર્મચારી અને તેની કંપની દર મહિને સમાન રકમનું યોગદાન આપે છે. તે કર્મચારીના મૂળ પગારના 12 ટકા છે. સરકારે આ નાણાકીય વર્ષ માટે EPF થાપણો પર 8.1 ટકાનો વ્યાજ દર નક્કી કર્યો છે.


વ્યાજ દર કેટલો છે?
સરકારે ગયા માર્ચમાં પીએફ ખાતામાં જમા રકમ પર વ્યાજ દર 8.5 ટકાથી ઘટાડીને 8.1 ટકા કર્યો હતો. આ લગભગ 40 વર્ષમાં સૌથી નીચો વ્યાજ દર છે. 1977-78માં EPFOએ 8 ટકાનો વ્યાજ દર નક્કી કર્યો હતો. પરંતુ ત્યારથી તે સતત 8.25 ટકા કે તેથી વધુ છે.


કર્મચારીના પગાર પર 12% કપાત EPF ખાતા માટે છે. કર્મચારીના પગારમાં એમ્પ્લોયર દ્વારા કરવામાં આવતી કપાતમાંથી 8.33 ટકા EPS કર્મચારી પેન્શન યોજનામાં પહોંચે છે, જ્યારે 3.67 ટકા EPFમાં પહોંચે છે.