નવી દિલ્હી: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને (EPFO) કોવિડ-19 (Covid-19) મહામારીની બીજા લહેર દરમિયાન તેના ગ્રાહકોને રાહત આપવા માટે નવી જાહેરાત કરી છે. હવે તમે તમારા પીએફ ખાતામાંથી બીજી વાર નોન-રિફન્ડેબલ Covid-19 એડવાન્સ મેળવી શકો છો. મહામારી દરમિયાન લોકોની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માર્ચ 2020 માં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY) હેઠળ ખાસ મંજૂરીની જોગવાઈ કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત વર્ષે પણ આપવામાં આવી હતી સુવિધા
ફરી એકવાર એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને (EPFO) કોરોના વાયરસની (Coronavirus) બીજી લહેર વચ્ચે ગ્રાહકોને રાહત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સબ્સ્ક્રાઇબર્સ બીજી વાર પણ નોન-રિફન્ડેબલ Covid-19 નો લાભ લઈ શકશે. ગત વર્ષે આપવામાં આવેલી સુવિધાના નિયમો અનુસાર, સબ્સ્ક્રાઇબર્સ તેમના પીએફ ખાતામાં જમા કરેલી રકમમાંથી 75 ટકા અથવા ત્રણ મહિનાના પગારની (બેઝિક અને DA) બરાબર, જે પણ ઓછું હશે તે ઉપાડી શકશે.


આ પણ વાંચો:- 6 જૂનથી ઉનાળુ વેકેશન પૂર્ણ, નવા સત્ર મુદ્દે શિક્ષણ વિભાગ આ દિવસે લઈ શકે છે નિર્ણય


કોરોના અને બ્લેક ફંગસને લઇ લીધો નિર્ણય
શ્રમ અને રોજગાર મંત્રાલયે (Ministry of Labor and Employment) આપેલી માહિતી અનુસાર, ગત વર્ષે પોતાના પીએફ ખાતામાંથી એડવાન્સ ઉપાડી ચૂકેલા સભ્યો ફરી એકવાર એકવાર એડવાન્સ ઉપાડી શકે છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ રાહતની જાહેરાત કોરોના સંકટ સાથે બ્લેક ફંગસના પ્રભાવને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.


આ પણ વાંચો:- ફાયર સેફ્ટીના મામલે રાજ્ય સરકાર સૌથી મોટી ડિફોલ્ટર, 40 ટકાથી વધુ બિલ્ડિંગમાં NOC નથી


3 દિવસમાં ક્લેમ થશે પૂર્ણ
મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે, કોવિડ-19 એડવાન્સથી મહામારી દરમિયાન ઇપીએફના સભ્યોને ઘણી મદદ મળી. જે સભ્યોના માસિક પગાર રૂ. 15,000 થી ઓછા છે, તેઓ માટે અત્યાર સુધીમાં 76.31 લાખ કર્મચારીઓએ કોવિડ-19 નોન રિફંડેબલ એડવાન્સ લીધું છે. આ કર્મચારીઓએ અગાઉથી રૂ. 18,698.15 કરોડની રકમ લીધી હતી. EPFO એ નવા દાવાની તાત્કાલિક ચુકવણી કરવાની તૈયારી કરી લીધી છે, પૈસા અરજીના 3 દિવસની અંદર ગ્રાહકના ખાતામાં હશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube