નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ 6.3 લાખ પેંશનર્સને રાહત આપી છે.  ઇપીએફઓએ કર્મચારી પેંશન યોજના (EPS) હેઠળ પેંશનની રકમમાં થોડો ભાગ એક હપ્તો લેવાની વ્યવસ્થા (કમ્યુટેશન) ફરીથી પુનર્સ્થાપિત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ પગલાંથી તે પેંશનર્સને લાભ થશે, જેમણે કમ્યુટેશન વ્યવસ્થાનો વિકલ્પ સિલેક્ટ કર્યો હતો અને 2009 રિટારમેંટ પર એક રકમ પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ઇપીએફઓએ 2009માં આ જોગવાઇ પરત લઇ લીધી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઠ મહિનાના નીચલા સ્તર પર પહોંચ્યો રૂપિયો, 22 પૈસા તૂટ્યો રૂપિયો


શું છે કમ્યુટેશન સિસ્ટમ
'કમ્યુટેશન' સિસ્ટમ હેઠળ આગામી 15 વર્ષ સુધી મળનાર કુલ પેંશન એમાઉન્ટમાં એક તૃતિયાંશ એમાઉન્ટમાં ઘટાડો કરી શકાય છે અને આ એમાઉન્ટ પેંશનર્સને એક રકમ આપવામાં આવે છે. 15 વર્ષ સુધી પેંશનર્સને ઓછું પેંશન મળે છે અને 15 વર્ષ બાદ ફરીથી પુરૂ પેંશન મળવા લાગે છે. 

પેટ્રોલના ભાવમાં રાહતનો દૌર યથાવત, ડીઝલના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો


6.3 લાખ પેંશનધારકોને થશે ફાયદો
ઇપીએફઓના નિવેદન અનુસાર, 'ઇપીએફઓ'ના નિર્ણય લેતાં ટોચની એકમ 'સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઓ (સીબીટી)'એ 21 ઓગસ્ટ 2019ના રોજ હૈદ્વાબાદમાં થયેલી બેઠકમાં કમ્યુટેશનના હેઠળ એક રકમ લેવા માટે 15 વર્ષ બાદ પેંશનર્સનું પુરૂ પેંશન પુનર્સ્થાપિત કરવા માટે ઇપીએસ-95 માં સુધારાની જોગવાઇને મંજૂરી આપી. તેનાથી 6.3 લાખ પેંશનભોગીઓને લાભ થશે.'

Amazon પર શરૂ કરો પોતાનો બિઝનેસ, પહેલા દિવસથી થશે કમાણી


મજૂર સંગઠન ખૂબ પહેલાંથી જ પેંશનના 'કમ્યુટેશન'ને પુનર્સ્થાપિત કરવાની માંગ કરી રહ્યો હતો. તે પહેલાં ઇપીએસ-95 હેઠળ 10 વર્ષ માટે એક તૃતિયાંશ પેંશનના બદલે એક રકમ લઇ શકે છે, પરંતુ સંપૂર્ણ પેંશન 15 વર્ષ બાદ પુનર્સ્થાપિત થાય છે.