નવી દિલ્હી: EPFO ધારકો માટે સૌથી મોટા ખુશખબર મળવાના છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ને હાલમાં નાણાંકીય વર્ષ 2021-22 માટે પીએફ પર વ્યાજદર 0.40 ટકાનો ઘટાડો કરીને 8.10 ટકા નક્કી કરી નાંખ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે જુલાઈ સુધી તમારા પીએફ એકાઉન્ટમાં વ્યાજના પૈસા આવી શકે છે. તેના પહેલા તમે તમારા PF Account નું સ્ટેટ્સ ચેક કરી શકો છો. જો તમે તમારા PF Account નું બેલેન્સ ચેક કરવા માંગો છો, તો સરળતાથી નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરી પોતાનું બેલેન્સ (How to Check PF Account Balance) ચેક કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિસ્ડ કોલથી તાત્કાલિક મળશે જાણકારી
પીએફ એકાઉન્ટથી જે નંબર લિંક છે તે જ રજિસ્ટર નંબરથી 011-22901406 પર મિસ્ડ કોલ કરો. તેના પછી તમને તાત્કાલિક તમારા રજિસ્ટર્ડ નંબર પર એક મેસેજ મળશે, જેમાં પીએફ બેસેન્સની જાણકારી મળશે.


CNG Price Increased: CNGના ભાવમાં આજે ફરી કમરતોડ ભાવ વધારો ઝીંકાયો, એક અઠવાડિયામાં 9.60 રૂપિયા વધ્યા


SMS થી પણ કરી શકો છો બેલેન્સ ચેક
EPFO ની પાસે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 7738299899 પર EPFO UAN LAN (ભાષા) મોકલવાનું છે. LAN નો મતલબ તમારી ભાષાથી છે. જો તમારે અંગ્રેજીમાં જાણકારી મેળવવી હોય તો LAN ના સ્થાને ENG લખવું પડશે. એજ રીતે હિન્દી માટે HIN અને તમિલ માટે TAN લખવાનું છે. હિન્દીમાં જાણકારી મેળવવા માટે EPFOHO UAN HIN લખીને મેસેજ મોકલવો પડે છે.


ઉમંગ એપથી કરી શકો છો ચેક
તમે ઉમંગ એપ મારફતે પણ જ્યારે ઈચ્છો ત્યારે તમારું પીએફ બેલેન્સ ચેક કરી શકો છો. તેના માટે ઉમંગ એપમાં EPFO પર ક્લિક કરો. તેમાં Employee Centric Services પર ક્લિક કરો. ત્યારબાદ View Passbook પર ક્લિક કરી UAN અને પાસવર્ડ દાખલ કરો. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. તેણે દાખલ કર્યા બાદ EPF બેલેન્સ ચેક કરી શકો છો. 


આનંદ મહિન્દ્રાએ શેર કર્યો એવો VIDEO, જેને જોઈને બધાના હૈયા ભરાયા, આપ્યો સુંદર સંદેશ


ઓફિશિયલ વેબસાઈટથી પણ કરી શકો છો ચેક
તમારું પીએફ બેલેન્સ ઓનલાઈન જોવા માટે EPF પાસબુક પોર્ટલ પર વિજિટ કરો. આ પોર્ટલ પર તમારો UAN અને પાસવર્ડ મારફતે લોગઈન કરો. તેમાં Download/View Passbook પર ક્લિક કરો અને પછી તમારી સામે પાસબુક ખૂલશે, જેમાં તમારું બેલેન્સ જોઈ શકાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube