EPFO એ PF ક્લેમને લઈને બદલ્યો આ નિયમ, હવે આધાર કાર્ડ જરૂરી નથી! જાણો હવે કયું ડોક્યુમેન્ટ છે ખાસ
EPFO: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન હેઠળ રજિસ્ટર્ડ આંતરરાષ્ટ્રીય કર્મચારીને તેના હેઠળ છૂટ આપવામાં આવી છે. એ કર્મચારી જે ભારતમાં કામ કર્યા પછી પોતાના દેશમાં ચાલ્યા ગયા હોય અને આધાર કાર્ડ લઈ શક્યા નથી. આ અંતર્ગત જે ભારતીયોએ વિદેશી નાગરિકતા મેળવી છે, જેઓ આધાર મેળવી શક્યા નથી.
EPFO News: કર્મચારી ભવિષ્ય નિધી સંગઠને પીએફ ક્લેમને લઈને નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે પીએફ ક્લેમ કરવા માટે આધારની જરૂર નહીં પડે... જી હા... પરંતુ આ તમામ કર્મચારીઓ માટે નથી, પરંતુ અમુક ખાસ કેટેગરીના મેમ્બર્સ માટે છે. આ છૂટ અમુક કેટેગરીના કર્મચારીઓ માટે યૂનિવર્સલ એકાઉન્ટ નંબરને આધાર સાથે લિંક કરવાની અનિવાર્યતામાં છૂટ આપવામાં આવી છે. આ નિર્ણયથી તે કર્મચારીઓ માટે ક્લેમ કરવું સરળ થઈ જશે, જેના માટે આધાર લેવું મુશ્કેલ કામ છે અથવા તો એવું કહી શકાય કે તેમણે આધાર જેવા ડોક્યુમેન્ટ મળી શકે એમ નથી.
કયા કર્મચારીઓને મળશે છૂટ
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠ હેઠળ રજિસ્ટર્ડ આંતરરાષ્ટ્રીય કર્મચારીને આ નિર્ણય હેઠળ છૂટ આપવામાં આવી છે. તે પણ જે ભારતમાં કામ કર્યા બાદ પોતાના દેશ ચાલ્યા ગયા હોય અને આધાર લઈ શક્યા નથી. તેના સિવાય વિદેશી નાગરિકતા પ્રાપ્ત ભારતીય, જેમણે આધાર મળ્યું નથી. સ્થાયી રૂપથી વિદેશ ગયેલા પૂર્વ ભારતીય નાગરિક અને નેપાળ અને ભૂટાનના નાગરિકોને તેના હેઠળ છૂટ આપવામાં આવી છે.
આધાર સિવાય વૈકલ્પિક વિકલ્પ
જ્યારે આધારની અનિવાર્યતા EPF&MP અધિનિયમ હેઠળ કવર કરવામાં આવેલા તે કર્મચારીઓ માટે પણ રાખવામાં આવી નથી, જે ભારતની બહાર રહે છે અને આધાર રાખતા નથી. આ ફેરફાર લાગૂ થયાની સાથે જ તે કર્મચારી પણ EPFO હેઠળ ક્લેમ કરી શકે છે. જેમના માટે એક અલગ ઓપ્શન રાખવામાં આવશે.
આ ડોક્યૂમેન્ટ હેઠળ પણ કરી શકો છો ક્લેમ
આ કેટેગરીના કર્મચારીઓ માટે EPFOના બીજા ડોક્યૂમેન્ટ મારફતે પીએફ ક્લેમ કરવાની અનુમતિ આપી છે. તેમાં વેરિફિકેશન ડોક્યૂમેન્ટ, પાસપાર્ટ, નાગરિકત પ્રમાણપત્ર અથવા અન્ય આધિકારિક આઈડી પ્રૂફનો સમાવેશ થાય છે. પેન, બેંક ખાતાની વિગતો અને અન્ય પાત્રતા માનદંડો મારફતે વેરિફેકેશન કરવામાં આવશે. રૂ. 5 લાખથી વધુના દાવા માટે એમ્પ્લોયર પાસેથી સભ્યની અધિકૃતતા ચકાસવામાં આવશે.
ક્લેમ માટે શું છે નિયમ
ઈપીએફઓ તરફથી બનાવવામાં આવેલા નિયમમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ક્લેમની અધિકારીઓને સાવધાનીપૂર્વક તપાસ કરવી જોઈએ. ત્યારબાદ સ્વીકૃતિ અધિકારી પ્રભારી (OIC) ના માધ્યમથી ઈ ઓફિસ ફાઈલ મારફતે મંજૂરી જરૂરી છે. જ્યારે કર્મચારીઓને સલાહ આપવામાં આવે છે કે તે એક જ યૂએએન નંબર જાળવી રાખો અથવા તો છેલ્લી સર્વિસ રેકોર્ડ એક જ યૂએએન નંબરમાં ટ્રાન્સફર કરી દો. તેનાથી ક્લેમ મળવામાં સરળતા રહે છે.