UAN નથી તો પણ નિકાળી શકો છો PF ના પૈસા, આ છે તેની પુરી પ્રોસેસ
EPF (એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ)માંથી તમે મેચ્યોરિટી બાદ અથવા જરૂર પડતાં (નિયમ અનુસાર) પૈસા કાઢી શકો છો. જોકે ઘણીવાર એવું થાય છે કે ઘણા લોકોની પાસે યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) હોતો નથી અને તે ઓનલાઇન વિડ્રોલ કરી શકતા નથી. એવામાં તેમની પાસે એક જ રસ્તો હોય છે ઓફલાઇન ફોર્મ ભરીને EPFO ની ઓફિસમાં જમા કરાવે અને પછી ક્લેમ સેટલમેંટ સુધી રાહ જુઓ. જે કર્મચારીઓ પાસે UAN છે તેમને જરૂરિયાત મુજબ અલગ-અલગ ફોર્મ ભરવાનું હોય છે. આવો વિસ્તાર પૂર્વ સંપૂર્ણ પ્રોસેસ જણાવીએ કે UAN વિના EPF માંથી પૈસા કાઢી શકો છો.
માત્ર 3 સ્ટેપમાં પોસ્ટ ઓફિસમાંથી બેંકમાં ટ્રાન્સફર કરો તમારૂ PPF એકાઉન્ટ, મળશે આ ફાયદો
ક્યારે નિકાળી શકો છો EPF માંથી પૈસા
તમે પોતાના EPF માંથી પોતાના પૈસા આંશિક અથવા પુરા ઉપાડી શકો છો. EPF માંથી તમે પુરા પૈસા ત્યારે કાઢી શકો છો જ્યારે તમે નોકરીમાંથી નિવૃત થઇ જાવ છો અથવા 2 મહિનાથી વધુ સમય સુધી બેરોજગાર રહો છો. બેરોજગારીની દશામાં EPF માંથી પૈસા કાઢવા માટે તમારે કોઇ ગેઝેટેડ ઓફિસરથી આ પ્રમાણિત કરવાનું કરાવવું પડશે કે તમે 2 મહિના કરતાં વધુ સમયથી બેરોજગાર છો. કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં તમે તમારા EPF એકાઉન્ટમાંથી આંશિક રકમ ઉપાડી શકો છો. આ શરતો છે.
PF એકાઉન્ટ સાથે ફ્રીમાં મળે છે આ 7 ફાયદા ! જાણવાથી થશે ફાયદો
અહીંથી કરો ફોર્મ ડાઉનલોડ
UAN વિના EPFમાંથી પૈસા કાઢવા માટે તમારે ફોર્મ ડાઉનલોડ કરવું પડશે. તેના માટે તમારે https://www.epfindia.gov.in/site_en/WhichClaimForm.php#Q3 આ લીંક પર જઇ શકો છો. અહીં એક વાત સમજી લેજો કે નવા કંપોઝિટ ક્લેમ ફોર્મ (આધાર) તમે સંબંધિત EPFO ઓફિસને વિના એંપ્લોરથી પ્રમાણિત કરાવ્યા વિના જ જમા કરાવી શકો છો. તમને એ પણ જણાવી દઇએ કે જો તમે ઉપર આપેલા ટેબલમાં દર્શાવેલી પરિસ્થિતિઓના અનુસાર આંશિક ઉપાડો છો તો તમને કોઇપણ પ્રકારના સર્ટિફિકેટ અથવા દસ્તાવેજ ફોર્મની સાથે આપવાની જરૂર નથી. તમે પોતે જ તેને પ્રમાણિત કરી શકો છો.
સરળ છે PFના પૈસા ઓનલાઇન કાઢવા, આ રીતે કરો ક્લેમ, 3 દિવસમાં આવશે પૈસા