How to check PF Balance: પ્રોવિડેન્ટ ફંડના સબ્સક્રાઇબર માટે સારા સમાચાર છે.  EPFO એ નાણાકીય વર્ષ 2020-21 નું વ્યાજ ક્રેડિટ કરવામાં આવ્યું છે. દેશના લગભગ 6.5 કરોડ સબ્સક્રાઇબરના ખાતામાં પૈસા નાખવામાં આવ્યા છે. દિવાળી પહેલાં EPFO એ ભેટ આપી છે. તમે તમારું એકાઉન્ટ બેલેન્સ ચેક કરીને જાણી શકો છો કે તમારા ડિપોઝિટ પર કેટલું વ્યાજ મળ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે ચેક કરો EPF બેલેન્સ અને પાસબુક ઓનલાઇન 
- EPFO એ પોતાની સત્તાવાર વેબસાઇટ પર EPFO બેલેન્સ ચેક કરવાની સુવિધા આપી છે. e-Passbook પર લિંક વેબસાઇટની ઉપર જમણી તરફ મળશે.
- વેબસાઇટ પર UAN નંબર અને પાસવર્ડ નાખ્યા બાદ વ્યૂ પાસબુક બટન પર ક્લિક કરો અને તમારું બેલેન્સ ખબર પડી જશે. 

Surat: શોખીન સુરતીલાલાઓ માટે બનાવી 'ગોલ્ડન ઘારી', ભાવ સાંભળી મગજ ભમી જશે


Umang એપ દ્વારા ચેક કરો બેલેન્સ
PF બેલેન્સની ખબર  EPFO ની UMANG એપ દ્વારા પણ જાણી શકો છો. તેના માટે સૌથી પહેલાં મેમ્બર પર ક્લિક કરો અને ત્યારબાદ UAN નંબર અને પાસવર્ડ નાખો. 


મિસ કોલ દ્વારા જાણો પીએફ બેલેન્સ (EPFO Miss call service)
PF બેલેન્સ જાણવા માટે મિસ કોલથી પણ જાણી શકાય છે. EPFO પર રજિસ્ટર્ડ મોબાઇલ પરથી 011-22901406 પર મિસ કોલ આપવો પડશે. ત્યારબાદ SMS દ્વારા જાણવા મળશે કે  PF એકાઉન્ટમાં કેટલું બેલેન્સ છે. AM-EPFOHO તરફથી બેલેન્સ મેસેજ મળશે. જો તમારી કંપની કોઇ પ્રાઇવેટ ટ્રસ્ટ છે તો તમારી બેલેન્સ ડિટેલ નહી મળશે. તમારે તમારી કંપનીનો સંપર્ક કરવો પડશે. 


ખૂબ જ મહત્વપૂર્ણ છે EPF Passbook
EPF Passbook (EPF Statement) દ્વારા એ જાણવામાં મદદ મળે છે કે સેક્શન 80C હેઠળ કુલ ઇનકમમાંથી કેટલું ડિડક્શન ક્લેમ કરવામાં આવી શકે છે. આ ક્લેમ તમે તમારા ભાગના યોગદાન પર કરી શકો છો. તેનાથી તમે (e-statement) દ્વારા જાણી શકો છો તમારા અને તમારી કંપની તરફથી કરવામાં આવેલા યોગદાનથી ખાતામાં કુલ કેટલી રકમ જમા થઇ ગઇ છે. આ જૂની સંસ્થામાંથી નવી સંસ્થામાં EPF ખાતાને ટ્રાંસફર કરવામાં મદદ કરે છે. EPF પાસબુકમાં PF એકાઉન્ટ નંબર, પ્રોવિડેન્ટ ફંડ, પેન્શન સ્કીમનું વિવરણ, સંસ્થાનું નામ અને આઇડી, EPFO ઓફિસનું વિવરણ આપવામાં આવ્યું હોય છે. EPF પાસબુક પ્રાપ્ત કરવા માટે EPFO ની વેબસાઇટ પર રજિસ્ટર જરૂરી છે. 


Activate UAN
1. https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર જાવ.
2. એક્ટિવેટ UAN (યૂનિવર્સલ એકાઉન્ટ નંબર) पर क्लिक करें.
3. તમારરી સ્ક્રીન પર નવું પેજ ખુલશે. યૂએએન, આધાર, પેન અને અન્ય વિવરણ નોંધો. યાદ રાખો કે કેટલીક જાણકારી નોંધવી જરૂરી છે. તેને લાલ રંગના એસ્ટ્રિક વડે માર્ક કરવામાં આવે છે. 
4. 'ગેટ ઓથોરાઇઝ પિન' પર ક્લિક કરો. તમારી સ્ક્રીન પર નવું પેજ દેખાશે. તેમાં તમે નોંધણી કરેલા વિવરણને વેરિફાઇ કરવા માટે કહેવામાં આવશે. તમારા મોબાઇલ નંબર પર એસએમએસ દ્વારા ઓટીપી પણ મોકલવામાં આવશે. 
5. OTP દાખલ કરો અને 'વેલિડેટ OTP એન્ડ એક્ટિવેટ UAN' પર ક્લિક કરો. UAN ના એક્ટિવેટ પર તમને પાસવર્ડ સાથે SMS મળશે. તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરવા માટે આ પાસવર્ડનો ઉપયોગ કરો. લોગ-ઇન કર્યા બાદ તમે તમારો પાસવર્ડ બદલી શકો છો. 


EPF Statement લાઉનલોડ કરતાં પહેલાં યાદ રાખો કે તમે તમારી પાસબુક ફક્ત રજિસ્ટ્રેશનના 6 કલાક બાદ જ જોઇ શકશો. 

EPF સ્ટેટમેન્ટને ડાઉનલોડ કરવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ... 
Step 1 : વેબસાઇટ https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login.jsp પર જાવ
Step 2 : UAN, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરો. 'લોગ-ઇન' પર ક્લિક કરો. 
Step 3 : લોગ-ઇન કર્યા બાદ તમે તમારી પાસબુકને જોવા માટે મેમ્બર આઇડીને સિલેક્ટ કરો. 
પાસબુક PDF ફોર્મેટમાં આવે છે, જેને તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. 
ધ્યાન રાખો, એક્ઝેમ્પ્ટેડ સંસ્થાઓ (Exempted PF Trust) ની પાસબુકને જોઇ શકાતી નથી. આ પ્રકારની સંસ્થા PF ટ્ર્સ્ટને જાતે મેનેજ કરે છે. 


જો તમે તમારો તમારા એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી ગયા છો તો પાસવર્ડ રીસેટ કરી શકો છો. તેના માટે  EPFO મેમ્બર ઇ-સેવા વેબસાઇટ ( https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/) પર જવું પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube