EPFO Latest News: નોકરીયાત લોકો માટે આજે સૌથી માઠા સમાચાર મળ્યા છે. લાંબા સમયથી EPFOના વ્યાજ દરો વધવાની રાહ જોઈ રહ્યા હતા, તેમને આજે સૌથી મોટો ઝટકો લાગ્યો છે. તહેવાર પહેલા EPFOએ વ્યાજ દરમાં વધારો કરવાને બદલે ઘટાડો કર્યો છે. નાણાકીય વર્ષ 2021-22 માટે 8.1 ટકાના વ્યાજ દરની જાહેરાત કરવામાં આવી છે, જે 2020-21માં 8.5 ટકા હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રો દ્વારા આ માહિતી મળી છે.. એટલું જ નહીં, તમને જણાવી દઈએ કે પ્રોવિડન્ટ ફંડ ડિપોઝીટ પર વ્યાજ ચાર દાયકાના સૌથી નીચા સ્તરે આવી ગયું છે. અગાઉ 1977-78 પછી સૌથી નીચો રેટ છે, જ્યારે EPF વ્યાજ દર 8 ટકા હતો.


જોકે, હાલના સમયે ગુવાહાટીમાં EPFOની બેઠક ચાલી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) એ શનિવારે મળેલી તેની બેઠકમાં 2021-22 માટે EPF પર 8.1 ટકા વ્યાજ આપવાનો નિર્ણય કર્યો છે.'


અગાઉ, CBT એ 2020-21 માટે EPF થાપણો પર 8.5 ટકાનો વ્યાજ દર માર્ચ 2021માં નક્કી કર્યો હતો.


જાણો અગાઉના વ્યાજ દરો 
નોંધનીય છે કે EPFOએ પોતાના ગ્રાહકોને 2017-18માં 8.55 ટકા વ્યાજ દર આપ્યું હતું. તે અગાઉ 2016-17માં 8.65 ટકા હતો. જ્યારે, નાણાકીય વર્ષ 2015-16માં વ્યાજ દર થોડો ઊંચો 8.8 ટકા હતો. અગાઉ 2013-14ની સાથે સાથે 2014-15માં 8.75 ટકા વ્યાજ આપવામાં આવતું હતું, જે 2012-13ના 8.5 ટકા કરતાં વધુ છે. 2011-12માં વ્યાજ દર 8.25 ટકા હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube