નવી દિલ્હી: EPFO  (EPFO) મેમ્બર્સ માટે આજે એક મોટા સમાચાર મળી શકે છે. મોદી સરકાર (Modi govt) પીએફ ખાતાધારકો (PF account holders) ની ન્યૂનતમ પેન્શન રકમ (Pension money) ટૂંક સમયમાં વધી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક 20 નવેમ્બરે યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો પર વિચારણા થવાની છે. બેઠકનો મુખ્ય એજન્ડા પેન્શનની લઘુત્તમ રકમ વધારવાનો અને વ્યાજ દરો અંગે નિર્ણય લેવાનો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

EPFO એ 20 નવેમ્બર 2021ના રોજ દિલ્હીમાં યોજાનારી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠક માટે એક પરિપત્ર બહાર પાડ્યો છે. બેઠકમાં હાજર રહેલા સભ્યો માટે એજન્ડા પણ બહાર પાડવામાં આવ્યો છે. એવી આશા વ્યક્ત કરવામાં આવી છે કે આ બેઠકમાં વ્યાજ દરો અને લઘુત્તમ પેન્શન અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. CBTની છેલ્લી બેઠક માર્ચમાં શ્રીનગરમાં યોજાઈ હતી. CBTએ 2020-21 માટે સભ્યોના ખાતામાં EPF જમા થાપણો પર વાર્ષિક 8.5 ટકા વ્યાજ દરની ભલામણ કરી હતી.


કોરોના વિરુદ્ધ જગત જમાદાર અમેરિકાનો મોટો નિર્ણય: હવે દરેક પુખ્તવયના લોકોએ કરવું પડશે આ કામ


આટલું થઈ શકે પેન્શન
મીડિયા અહેવાલો અનુસાર, કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ હાલના ન્યૂનતમ પેન્શનને 1,000 રૂપિયાથી વધારીને 6,000 રૂપિયા કરવાની માંગ કરી છે, જ્યારે સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટી અથવા CBT તેને વધારીને 3,000 રૂપિયા કરી શકે છે. પ્રાઈવેટ કોર્પોરેટ બોન્ડમાં EPFO ​​ના પૈસા રોકાણનો વિવાદાસ્પદ મુદ્દો પણ બેઠકમાં ચર્ચાનો વિષય બનશે. ઉપરાંત, 2021-22 માટે પેન્શન ફંડનો વ્યાજ દર શું હોવો જોઈએ તે મુદ્દે પણ નિર્ણય લેવામાં આવી શકે છે.


વર્ષ 2021નું છેલ્લું ચંદ્રગ્રહણ પુરું, પરંતુ આ 6 રાશિઓ માટે આગામી 15 દિવસ ખુબ જ ભારે, જાણો કેવી અસરો થશે

ન્યૂનતમ પેન્શન
સીબીટી લઘુત્તમ પેન્શન વધારીને રૂ. 3,000 કરવાનો નિર્ણય લઈ શકે છે. વેપારી સંગઠન તેને વધારવાની માંગ કરી રહ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે EPFમાં જમા રકમ પર વર્તમાન 8.5 ટકા વ્યાજ દર ચાલુ રહી શકે છે. વર્તમાન વ્યાજ દરમાં કોઈ ફેરફાર થવાની શક્યતા ઓછી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube