કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ સારવાર, અભ્યાસ, લગ્ન અને ઘર ખરીદવા માટે પૈસા કાઢવાની પ્રક્રિયાને સરળ બનાવી દીધી છે. આ માટે ઓટોમેટિક રીતે ક્લેમ સેટલમેન્ટ (ઓટો મોડ સેટલમેન્ટ) સુવિધા શરૂ કરી છે. તેનાથી પૈસા ત્રણ દિવસની અંદર ખાતામાં આવી જશે. હાલ આ પૈસા ખાતામાં આવતા 10 થી 15 દિવસનો સમય લાગતો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈપીએફઓ સામાન્ય રીતે એડવાન્સ ક્લેમને પતાવવા માટે કેટલોક સમય લે છે. કારણ કે આ દરમિયાન ઈપીએફ સભ્યની પાત્રતા, દાવા માટે પ્રસ્તુત દસ્તાવેજ, કેવાયસી સ્થિતિ, બેંક ખાતાની ચકાસણી વગેરેની તપાસ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં અમાન્ય દાવાઓને મોટાભાગે રિજેક્ટ કરી દેવાય છે. આ પ્રક્રિયામાં માનવીય હસ્તક્ષેપ હવે બિલકુલ ખતમ થઈ જશે. 


એક લાખ સુધીની રકમ કાઢી શકશે સભ્ય
આ પ્રક્રિયામાં પાસ થયેલી રકમના દાવાની પતાવટ આટોમેટિક રીતે થઈ જશે. કેવાયસી, પાત્રતા અને બેંક ખાતાની તપાસ આઈટી ટુલ દ્વારા થશે. જેના પગલે ક્લેમ સેટલમેન્ટનો સમયગાળો 10 દિવસથી ઘટીને 3-4 દિવસ થઈ જશે. સભ્ય ઓટો મોડ સેટલમેન્ટ દ્વારા એક લાખ રૂપિયા સુધીની રકમ ઉપાડી શકશે. પહેલા આ રકમની મર્યાદા 50,000 રૂપિયા હતી. 


દાવા ફગાવાશે નહીં
નવી પ્રક્રિયામાં જો કોઈ દાવા સ્વચાલિત રીતે પતાવટ નહીં થાય તો તે પાછા કે ફગાવવામાં આવશે નહીં. આ દાવાની બીજા સ્તરે  તપાસ અને મંજૂરી માટે આગળ વધારવામાં આવશે અને તેની પતાવટ કરાશે. 


આ રીતે કાઢી શકશો પૈસા
પીએફ ખાતામાંથી ઓટો મોડ હેઠળ પૈસા કાઢવા માટે ઈપીએફઓના ઈ સેવા પોર્ટલના માધ્યમથી અરજી કરવાની રહેશે. આ માટે સભ્યએ ફોર્મ 31 ઓનલાઈન ભરીને જમા કરાવવું જરૂરી છે. 


પૈસા કાઢવા પર પીએફને કેટલું નુકસાન
જો તમે 10 હજાર કાઢશો તો 20 વર્ષ બાદ 50 હજાર અને 30 વર્ષ બાદ 1 લાખ 14 હજાર રૂપિયાનું નુકસાન થશે. 
જો તમે 20 હજાર અત્યારે કાઢો તો 20 વર્ષ બાદ 1 લાખ 01 હજાર અને 30 વર્ષ બાદ 2 લાખ 28 હજાર રૂપિયાનું નુક્સાન થશે. 
જો 50 હજાર રૂપિયાકાઢો તો 20 વર્ષ બાદ 2 લાખ 53 હજાર અને 30 વરષ બાદ 5 લાખ 71 હજાર રૂપિયાનું નુકસાન થશે. 
જો અત્યારે 1 લાખ રૂપિયા કાઢો તો 20 વર્ષ બાદ નુકસાન વધીને 5 લાખ 07 હજાર રૂપિયા થઈ જશે અને 30 વર્ષમાં 11 લાખ 43 હજાર. 
જો અત્યારે 2 લાખ રૂપિયા કાઢો તો 20 વર્ષમાં 10 લાખ 15 હજાર અને 22 લાખ 87 હજારનું નુકસાન થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube