નવી દિલ્હી: EPF Interest Rate Cut: આ વર્ષે વધુ એક ઝટકો સહન કરવા માટે તૈયાર થઈ જોઓ, કેમ કે, નાણાકીય વર્ષ 20-21 માં એમ્પલોયઝ પ્રોવિડેન્ટ ફંડના વ્યાજમાં ફરી એકવાર ઘટાડો થવાનો છે. જો એવું થયા તો કરોડો પગારદાર વર્ગ માટે એક મોટો ઝટકો હશે. અત્યાર સુધી EPF સબ્સક્રાઇબર જે ગત વર્ષ સુધી વ્યાજ ન મળવાને લઇને પરેશાન હતા, હવે તેમના પર બેવળો માર પડવાનો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

EPF પર મળતુ વ્યાજ ઘટશે!
સૂત્રો પાસેથી મળી રહેલી જાણકારી અનુસાર કોરોના સંકટ દરમિયાન લોકોએ મોટી સંખ્યામાં ઇપીએફ ક્લિયરન્સ કર્યું છે. તે દરમિયાન યોગદાનમાં પણ ઘટાડો આવ્યો છે. જેના કારણે Employees’ Provident Fund Organisation (EPFO) દરમાં ઘટાડો કરવાનો નિર્ણય કરી શકે છે નવા દર પર નિર્ણય કરવા માટે 4 માર્ચના EPFO સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની (CBT) બેઠક યોજાશે. આ માહોલમાં દરમાં ઘટાડો થવાનું માનવામાં આવી રહ્યું છે.


આ પણ વાંચો:- Gold Price Today: ગોલ્ડ ખરીદવા માટે Golden Chance, 8800 રૂપિયા સસ્તું થયું સોનું!


4 માર્ચના થશે વ્યાજ દર પર નિર્ણય
નાણાકીય વર્ષ 2020 માં EPFO ની કમાણી પર ખરાબ અસર પડી છે. PTI સાથે વાત કરતા EPFO ના ટ્રસ્ટી ઈ રધુનાથને જણાવ્યું કે, 4 માર્ચના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠક શ્રીનગરમાં થશે. તેમણે એજન્ડા પેપર્સ પણ ટૂંક સમયમાં મોકલવામાં આવશે. તેમને મળેલા ઈ-મેઇલમાં વ્યાજ દરને લઇને કોઈ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી.


આ પણ વાંચો:- પેટ્રોલની કિંમત આસમાને પહોંચી, જાણો મનમોહનસિંહ અને મોદી સરકારમાં કેટલા ભાવ વધ્યાં?


EPF પર 7 વર્ષમાં સૌથી ઓછું વ્યાજ
નાણાકીય વર્ષ 2020માં EPF પર 8.5 ટકાનું વ્યાજ મળ્યું, જે છેલ્લા 7 વર્ષમાં સૌથી ઓછું વ્યાજ છે. આ પહેલા નાણાકીય વર્ષ 2013માં EPF પર વ્યાજ દર 8.5 ટકા હતું. ગત વર્ષ માર્ચમાં EPFO એ વ્યાજને રિવાઈઝ કર્યું હતું. તે પહેલા નાણાકીય વર્ષ 2019માં EPF પર 8.65 ટકા વ્યાજ મળતુ હતું. EPFO એ નાણાકીય વર્ષ 2018માં 8.55 ટકા વ્યાજ આપ્યું હતું. જે તે પહેલા નાણાકીય વર્ષ 2016 માં 8.8 ટકા હતું. આ પહેલા નાણાકીય વર્ષ 2014 માં તે 8.75 ટકા હતું.


આ પણ વાંચો:- સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, સરકારે બંધ કરી આ સુવિધા


તમને જણાવી દઈએ કે, દેશભરમાં EPF ના 6 કરોડ સબ્સ્ક્રાઇબર્સ છે. નાણાકીય વર્ષ 2020 માં પણ આ કરોડો લોકો KYC માં ભૂલ હોવાને કારણે વ્યાજ મેળવવામાં મોડું થયું હતું. તે પછી જો હવે વ્યાજના દરમાં ઘટાડો કરવામાં આવે તો તે મોટો ફટકો પડશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube