EPFO Latest News: જો તમે પણ એક નોકરિયાત છો અને EPFO ના સક્રિય સભ્ય પણ છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. જી હા, EPFO કર્મચારીઓની સુવિધા માટે સતત કામ કરી રહ્યું છે. આ ક્રમમાં કેન્દ્રીય શ્રમમંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી હતી કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) આ વર્ષે જૂન સુધીમાં નવી સોફ્ટવેર સિસ્ટમ EPFO ​​3.0 લોન્ચ કરશે. તેમણે કહ્યું કે નવી સિસ્ટમ બેંકિંગ સિસ્ટમની જેમ કામ કરશે અને તેની વેબસાઇટ વધુ યુઝર ફ્રેન્ડલી હશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઈને કામના સમાચાર : ચૂંટણી અધિકારીની કમાન આ નેતાને સોંપાઈ


EPFO સભ્યોને ATM કાર્ડ આપવામાં આવશે
કોઈપણ ઈમરજન્સીમાં EPFO સભ્યો એક નિશ્ચિત મર્યાદા સુધી પૈસા ઉપાડી શકશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે કે EPFO ​​3.0 લોન્ચ થયા બાદ EPFO સભ્યોને એક ATM કાર્ડ આપવામાં આવશે. તેમણે કહ્યું કે IT સિસ્ટમ 2.01 હેઠળ વેબસાઇટ અને સિસ્ટમને અપગ્રેડ કરવાનો પ્રથમ તબક્કો જાન્યુઆરી 2025ના અંત સુધીમાં પૂર્ણ થશે. આ પછી નામમાં ભૂલ અથવા અન્ય કોઈ કારણોસર પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવામાં કોઈ સમસ્યા નહીં આવે. તેમણે દાવો કર્યો છે કે મે-જૂન સુધીમાં EPFOની આખી સિસ્ટમ બેંકની જેમ કામ કરવાનું શરૂ કરી દેશે.


હાડ થીજવતી ઠંડીમાં કેવી રીતે દેશની રક્ષા કરે છે જાંબાઝ જવાનો? વાંચો આ રિપોર્ટ


EPFO ડેટાને કરવામાં આવી રહ્યો છે સેન્ટ્રલાઈઝ 
EPFOનો તમામ ડેટા IT સિસ્ટમ 2.01 હેઠળ સેન્ટ્રલાઈઝ્ડ કરવામાં આવી રહ્યો છે. પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં પીએફ ખાતાધારકોને પૈસા ઉપાડતી વખતે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ સિસ્ટમ અપગ્રેડ થયા પછી તમારે નામમાં ભૂલ, આધાર અને બેંક એકાઉન્ટ નંબર અપડેટ ન થવા અને જૂની કંપનીનો પીએફ ટ્રાન્સફર ન થવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. સિસ્ટમ અપગ્રેડ પૂર્ણ થયા બાદ પીએફ ઉપાડ સહિત અનેક પ્રકારના કામ સરળતાથી થઈ જશે. પછી ભૂલોને પકડવામાં અને તેને સુધારવામાં વધુ સમય લાગશે નહીં.


પુષ્પા-2 કરતા પણ ફાડું છે સાઉથની આ ફિલ્મ, 2 કલાક 24 મિનિટની ફિલ્મમાં રુંવાડા ઉભા થશે


યુપીએ સરકારની સરખામણીમાં એનડીએ સરકારમાં રોજગારમાં વધારો
દેશમાં બેરોજગારી વધવાના વિપક્ષના આક્ષેપનો પલટવાર કરતા માંડવીયાએ દાવો કર્યો હતો કે યુપીએ સરકારની સરખામણીમાં એનડીએ સરકારમાં રોજગારમાં વધારો થયો છે. તેમણે કહ્યું કે દેશમાં છેલ્લા 10 વર્ષમાં રોજગાર 36 ટકા વધીને 2023-24માં 64.33 કરોડ થયો છે. જ્યારે 2014-15માં તે 47.15 કરોડ રૂપિયા હતો. 


મુકેશ અંબાણીની કંપનીનો આવી રહ્યો છે IPO,બની શકે છે દેશનો સૌથી મોટો ઈશ્યુ! જાણો વિગત


તેમણે કહ્યું કે યુપીએ સરકારમાં 2004 થી 2014 વચ્ચે રોજગારમાં લગભગ 7 ટકાનો વધારો થયો હતો. તેમણે કહ્યું કે યુપીએ સરકાર દરમિયાન 2004 અને 2014 વચ્ચે માત્ર 2.9 કરોડ વધારાની નોકરીઓનું સર્જન થયું હતું, જ્યારે નરેન્દ્ર મોદી સરકારના શાસનમાં 2014-24 વચ્ચે 17.19 કરોડ નોકરીઓ ઉમેરવામાં આવી હતી.