નવી દિલ્હી: પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરનારાઓ માટે મોટી ખુશખબરી છે. કર્મચારીઓ માટે પેન્શનમાં બંપર વધારાનો રસ્તો સાફ થઇ ગયો છે. તેનાથી પેન્શનમાં અનેક ગણો વધારો થશે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો છે. જોકે કોર્ટે કેરલ હાઇકોર્ટના ચૂકાદા બાદ દાખલ કરવામા6 આવેલી ઇપીએફઓની અરજી નકારી કાઢી છે. કેરલ હાઇકોર્ટે ઇપીએફઓને ઓર્ડર આપ્યો હતો કે તે રિટાયર થયેલા કર્મચારીઓને તેમની પુરી સેલેરી મુજબ પેન્શનની ચૂકવણી કરે. હાલના નિયમ અનુસાર ઇપીએફઓ 15000 રૂપિયાના બેસિક પગાર પર પેન્શન ફંડના યોગદાનની ગણતરી કરે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Maruti Suzuki માટે ખરાબ સમાચાર, માર્ચમાં નાની કારોનું વેચાણ 55 ટકા સુધી ઘટ્યું


શું થશે ચૂકાદાની અસર
ટાઇમ્સ ઓફ ઇન્ડીયામાં છપાયેલા સમાચાર અનુસાર, પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરનારાઓ પર આ ચૂકાદાની અસર થશે કે હવે પીએફ ફંડના ભાગના બદલે વધુ યોગદાન પેન્શન ફંડમાં જશે. જોકે તેનાથી પીએફના ભાગમાં ઘટાડો આવશે, પરંતુ પેન્શનનું યોગદાન એટલું વધી જશે કે આ ખોટને પુરી કરી દેશે. તમને જણાવી દઇએ કે એમ્પલોઇ પેન્શન સિસ્ટમ (ઇપીએસ)ની શરૂઆત 1995માં થઇ હતી. તે સમયે તે સમયે કંપની દ્વારા કર્મચારીની સેલરીનો વધુમાં વધુ વાર્ષિક 6,500 રૂપિયા (541 રૂપિયા મહિને)ના 8.33 ટકા જ ઇપીએસમાં જમા કરતા હતા. માર્ચ 1996માં આ નિયમમાં ફેરફા કરવામાં આવ્યો. ફેરફારમાં કર્મચારીને છૂટ આપવામાં આવી કે તે ઇચ્છે તો પોતાની પુરી સેલરીના અનુસાર પેન્શન ફંડમાં યોગદાનને વધારી શકે છે. પરંતુ તેમાં કંપનીની મંજૂરી લેવી જરૂરી છે. 

FB પર 'ઔકાત'થી બહારના ફોટા શેર કરશો નહી, પડી શકે છે ઇનકમ ટેક્સની રેડ


2014માં ફરી થયો ફેરફાર
સપ્ટેબર 2014માં ઇપીએફઓએ ફરી નિયમોમાં ફેરફાર કર્યા. ફેરફાર બાદ કર્મચારીની બેસિક સેલરીનો વધુમાં વધુ 15 હજાર રૂપિયા (1250 રૂપિયા મહિને)ના 8.33 ટકા યોગદાન પેન્શન ખાતામાં જમા થાય છે. જો આ સાથે જ આ નિયમ પણ લગાવવામાં આવ્યો કે જો કર્મચારી ફૂલ સેલરી પર પેન્શન લેવા માંગે છે તો તેનો પેન્શનવાળો ભાગ ગત પાંચ વર્ષની સેલરીના હિસાબે નક્કી થશે. આ પહેલાં સુધી ગત વર્ષની સરેરાશ આવક પર સેલરી નક્કી થતી હતી. તેનાથી ઘણા કર્મચારીની ઇન હેંડ સેલરી ઓછી થઇ ગઇ. 


કેરલ હાઇકોર્ટે લગાવ્યો હતો પ્રતિબંધ
1 સપ્ટેબર 2014માં કેરલ હાઇકોર્ટે નિયમોમાં ફેરફારને પરત લીધા અને જૂની સિસ્ટમને લાગૂ કરવાનો આદેશ આપ્યો છે. નિર્ણય બાદ પેન્શનવાળા ભાગને ગત વર્ષની સરેરાશ સેલરી પર નક્કી કરવામાં આવવા લાગી. જોકે ઇપીએફઓએ તે કંપનીઓને તેનો આપવાની મનાઇ કરી દીધી જેને ઇપીએફ ટ્રસ્ટ દ્વારા મેનેજ થાય છે. તમને જણાવી દઇએ કે નવરત્નોમાં સામેલ ઓએનજીસી, ઇન્ડીયન ઓઇલ વગેરે કંપનીઓના એકાઉન્ટ પણ ટ્રસ્ટ જ મેન્ટેન કરતા હતા, કારણ કે તેની સલાહ પહેલાં ઇપીએફઓએ જ આપી હતી.   

આ છે દુનિયાનો પ્રથમ જિલ્લો જ્યાં શરૂ થઇ 5G સર્વિસ, 4G કરતાં ઘણી ફાસ્ટ છે ડાઉનલોડ સ્પીડ


સરળ ભાષામાં સમજો કેવી નક્કી થાય છે પેન્શન
માની લો કે કોઇ વ્યક્તિ 2029માં 33 વર્ષની સર્વિસ બાદ રિટાયર થાય છે. આ દરમિયાન તેની લાસ્ટ સેલરી (બેસિક+ડીએ+રિટેંશન બોનસ) 50000 રૂપિયા છે. હાલની સિસ્ટમ બાદ પેન્શન ફંડમાં તેના 15000 રૂપિયાના 8.33 ટકા પેન્શન ફંડમાં જમા થાય છે. પરંતુ પ્રસ્તાવિત સિસ્ટમ મુજબ પુરી સેલરી પર પેન્શનનો 8.33 ટકા જમા થશે. 

BAJAJ લોન્ચ કરશે સૌથી પાવરફૂલ બાઇક, જાણો શું હશે કિંમત અને ફીચર્સ


શું છે પેન્શન ફોર્મૂલા
સર્વિસના વર્ષ+ 2/70* અંતિમ સેલરી
કોર્ટના આદેશ પહેલાં- 18 વર્ષ (1996-2014)+ 1.1 રિટેંશન બોનસ/70*6500 રૂપિયા=1773 + 15 વર્ષ (2014-2029)+0.9/70*15000=3407.14 (કુલ 5180 રૂપિયા પ્રતિ મહિના)
કોર્ટના આદેશ બાદ- 33+2/70*50000 રૂપિયા (જો અંતિમ સેલરી છે)=25000 રૂપિયા પ્રતિ મહિને (હજુ સુધી એ નક્કી થયું નથી કે તેની ગણતરી કયા આધારે થશે)


તાજેતરમાં જ આપ્યો હતો આદેશ
ગત મહિને સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં કહ્યું હતું કે કર્મચારીઓના ઇપીએફની ગણનામાં સ્પેશિયલ એલાઉન્સને વેતનનો મૂળ ભાગ ગણવામાં આવે. એટલે કે મૂળ વેતન મોંઘવારી ભથ્થા સાથે સ્પેશિયલ એલાઉન્સના આધારે ઇપીએફની ગણતરી કરવામાં આવે. ત્યારબાદ ઇપીએફઓએ કહ્યું કે કંપનીઓ ઇપીએફઓની ગણતરીમાં સ્પેશિયલ એલાઉન્સને સામેલ નહી કરે તેના વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.