નવી દિલ્હીઃ જો તમે તમારા પીએફ એકાઉન્ટનું બેલેન્સ ચેક કરવા માંગો છો તો હવે તેના માટે UAN નંબર હોવો જરૂરી નથી. એવું ઘણી વખત જોવા મળ્યું છે કે લોકો તેમનો UAN નંબર ભૂલી જાય છે, પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે UAN નંબર વગર પણ તમારું PF એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

UAN નંબર હેઠળ તમારા પીએફ એકાઉન્ટ્સ સંબંધિત તમામ માહિતી ઉપલબ્ધ હોય છે. ઘણા કર્મચારીઓ સમય સમય પર નોકરી બદલતા રહે છે, તેથી તેમની પાસે ઘણા પીએફ એકાઉન્ટ હોય છે. તમે UAN નંબર વડે આ તમામ PF એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકો છો. કોઈપણ કર્મચારીનો UAN નંબર આજીવન માન્ય હોય છે.


હવે તમે UAN નંબર વગર પણ તમારું PF એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકો છો. UAN નંબર વગર પણ તમે આ રીતે બેલેન્સ ચેક કરી શકો છો:


આવી રીતે ચેક કરો તમારું PF એકાઉન્ટ બેલેન્સ
Step 1:  સૌ પ્રથમ તમારે epfindia.gov.in ની મુલાકાત લેવાની રહેશે.
Step 2:  તમારે અહીં જઈને 'Click Here to Know your EPF બેલેન્સ'ના વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
Step 3: ત્યારબાદ તમારે epfoservices.in/epfo/ ના પેજ પર રીડાયરેક્ટ લિંક દ્વારા મોકલી દેવામાં આવશે. પછી તમારે 'મેમ્બર બેલેન્સ ઇન્ફોર્મેશન'ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
Step 4: પછી તમારે તમારું રાજ્ય પસંદ કરવું પડશે અને તમારા રાજ્યની EPFO ​​ઑફિસની વેબસાઇટ લિંક પર ક્લિક કરવું પડશે.
Step 5: તમારે તમારો 'PF એકાઉન્ટ નંબર', નામ અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખવો પડશે.
Step 6: આ પછી તમારે 'સબમિટ'ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
Step 7: આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ તમારા પીએફ એકાઉન્ટનું બેલેન્સ તમારી વેબસાઇટ પર દેખાશે.


મિસ્ડ કોલથી ચેક કરો પીએફ એકાઉન્ટ બેલેન્સ
જો તમારો UAN નંબર એક્ટિવેટ છે, તો તમે UAN નંબર વડે લૉગ ઇન કરીને તમારા એકાઉન્ટનું બેલેન્સ પણ ચેક કરી શકો છો. આ ઉપરાંત તમે EPFOની SMS સેવા હેઠળ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 7738299899 પર EPFOHO UAN મોકલીને તમારા PF એકાઉન્ટનું બેલેન્સ પણ ચેક કરી શકો છો.


તમે તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી મિસ્ડ કોલ 011-229014016 આપીને તમારું PF એકાઉન્ટ બેલેન્સ પણ ચેક કરી શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube