Esconet Technologies IPO: જો તમે આઈપીઓમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યાં છો તો તમને આ સપ્તાહે વધુ એક તક મળવાની છે. આ સપ્તાહે ઇનફોર્મેશન ટેક્નોલોજી સાથે જોડાયેલી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઉડ કમ્પ્યુટિંગ, નેટવર્ક સુરક્ષા જેવી જેવાઓ આપનારી કંપની એસેકોનેટ ટેક્નોલોજીનો આઈપીઓ રોકાણ માટે ઓપન થઈ રહ્યો છે. ઈન્વેસ્ટરો આ ઈશ્યૂમાં 16થી 20 ફેબ્રુઆરી સુધી દાવ લગાવી શકશે. આ 28.22 કરોડ રૂપિયાનો આઈપીઓ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું પ્રાઇઝ બેન્ડ?
કંપનીએ બુધવારે નિવેદનમાં કહ્યું કે તે માટે પ્રાઇઝ બેન્ડ 80-84 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. એસ્કોનેટ આઈપીઓથી આવનારી રકમમાંથી 16 કરોડ રૂપિયાનો ઉપયોગ લાંબા ગાળાની કાર્યકારી મૂડીની જરૂરીયાત પૂરી કરવામાં કરશે. આ સિવાય હાર્ડવેર અને સોફ્ટવેર હાસિલ કરવા માટે પોતાની સંપૂર્ણ માલિકીની પેટાકંપની GCloud સેવાઓ પ્રાઇવેટ લિમિટેડમાં રૂ. 2.5 કરોડનું રોકાણ કરશે.


આ પણ વાંચોઃ 1 લાખના બનાવ્યા 2.52 કરોડ, મુકેશ અંબાણીની રિલાયન્સે ઈન્વેસ્ટરોને કર્યા માલામાલ


ઈસ્યુ હેઠળ રૂ. 10ની ફેસ વેલ્યુના 33,60,000 નવા ઈક્વિટી શેર મૂકવામાં આવ્યા છે. મોટા (એન્કર) રોકાણકારો માટે ઈશ્યુ 15 ફેબ્રુઆરીએ ખુલશે. આ IPO 20 ફેબ્રુઆરીએ બંધ થશે. IPOના ઊંચા ભાવ સ્તરે કંપની રૂ. 28.22 કરોડ એકત્ર કરે તેવી ધારણા છે.


શું ચાલી રહ્યો છે GMP?
એક્સપર્ટ પ્રમાણે એસેકોનેટ ટેક્નોલોજી આઈપીઓ ગ્રે માર્કેટમાં 31 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. આઈપીઓ પ્રાઇઝ અને જીએમપી મુકાબલે તે 115 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. એટલે કે પ્રથમ દિવસે આ શેર 36.90 ટકાનો નફો કરાવી શકે છે. કંપનીના શેરનું સંભવિત લિસ્ટિંગ 23 ફેબ્રુઆરી છે.