નવી દિલ્હી : કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)એ બુધવારે એક નવી યોજનાને મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત વીમાધારક વ્યક્તિને જો બેરોજગારીનો સામનો કરવો પડે તો એને કેશમાં મદદ મળશે. શ્રમ મંત્રી સંતોષ ગંગવારે કહ્યું છે કે આ યોજના અંતર્ગત જો વીમાધારક વ્યક્તિની નોકરી જાય એવી સ્થિતિમાં જ્યાં સુધી નવી નોકરી ન મળે તે દરમિયાન બેંકના ખાતામાં રાહતની રકમ મોકલી દેવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંત્રાલયે કહ્યું છે કે ભારતમાં હાલમાં નોકરીની વર્તમાન પેટર્નને જોઈને આ પગલું લેવામાં આવ્યું છે કારણ કે પહેલાં નોકરી લાંબા ગાળા માટે હતી જ્યારે હાલમાં આ પેટર્ન કોન્ટ્રાક્ટ કે અસ્થાયી થઈ ગઈ છે.  આ પ્રસ્તાવિત યોજનાને હાલમાં થયેલી ESIC બોર્ડની બેઠકમાં મંજૂરી આપી દેવામાં આવી છે. 


ESICએ એક અન્ય પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે જેના કારણે કર્મચારીઓને ઇલાજ કરાવવામાં સુવિધા મળશે. પહેલાં સુપર સ્પેશિયાલિટી ઇલાજ માટે નોકરી 2 વર્ષ જૂની હોય એ જરૂરી હતું. હવે આ સમયગાળાને ઘટાડીને 6 મહિનાનો કરી નાખવામાં આવ્યો છે. આ પગલાને લીધે વીમાધારક વ્યક્તિઓ અને તેમના સુપર સ્પેશિયાલિટી ઇલાજ કરાવવા માટે બહુ રાહ નહીં જોવી પડે.  આ સિવાય વિમાધારક વ્યક્તિના અંતિમ સંસ્કાર પર થતો ખર્ચ પણ ESICએ 10,000 રૂ.થી વધારીને 15,000 રૂ. કરી દીધો છે. 


બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...