અચાનક નોકરી જતી રહેશે તો ESIC દ્વારા મળશે 90 દિવસનો પગાર, જાણો કેવી રીતે મળશે લાભ
જો તમારી નોકરી અચાનક જતી રહી છે અને નવી નોકરી સુધી ફંડ માટેની ખોટ પડે છે તો હવે તમારા માટે ઇએસઆઇસી સહારો બનીને ઉભું થયું છે. કર્મચારી રાજ્ય વિમા નિગમની 'અટલ વિમા વ્યક્તિ કલ્યાણ યોજના' હેઠળ બાદ ત્રણ મહિના દરમિયાન 90 સુધી પગારના 25 ટકાનો ભાગ મળશે. જાણો કોણ હ અશે આ સ્કીમનો ભાગીદાર અને કેવી રીતે ઉઠાવી શકો છો લાભ...
સર્વિસ ગેપ દરમિયાન મળશે ફાયદો
યોજના અનુસાર કર્મચારીની નોકરી જતી રહ્યા બાદ 90 દિવસ સુધીની સર્વિસ ગેપ દરમિયાન આ રકમ આપવામાં આવશે. તેના હેઠળ કર્મચારીઓને તેની નોકરીના 90 દિવસના 25 ટકા ભાગની ચૂકવણી કરવામાં આવશે, જે તે પહેલાં કરી રહ્યો હતો.
સારા સમાચાર: આ બેંક ખાતાઓમાં જમા થશે 2500 રૂપિયા, સરકારે કરી જાહેરાત
ફરી એકવાર મળશે ફાયદો
આ સ્કીમ હેઠળ કર્મચારીઓને જીવનમાં એકવાર જ આ પ્રકારની મદદ આપવામાં આવશે. જો વીમેદાર વ્યક્તિ એકવાર સર્વિસ ગેપ દરમિયાન આ સ્કીમનો લાભ લઇ ચૂક્યો છે તો ફરીથી તેના પાત્ર રહેશે નહી.
કેવી રીતે કરી શકો છો એપ્લાય
આ યોજના માટે વીમેદાર વ્યક્તિ ઓનલાઇન અથવા ઓફલાઇન એપ્લાય કરી શકે છે. ઓફલાઇન એપ્લાય કરવા માટે ઇએસઆઇની વેબસાઇટ પર ફોર્મ આપવામાં આવ્યું છે. તે ફોર્મ ભરીને સંબંધિત ઓફિસમાં જમા કરાવવું પડશે. આ ફોર્મની સાથે 20 રૂપિયાના ન્યાયિક કાગળ પર નોટરાઇઝ્ડ એફિડેવિટ પણ જમા કરાવવી પડશે. તેમાં એબી-1 થી માંડીને એબી-4 સુધીના ફોર્મ જમા કરાવવામાં આવશે. વધુ જાણકારી માટે નિગમની વેબસાઇટ www.ESIC.nic.in પર વિવરણ ઉપલબ્ધ છે.
ગ્રાહકોને આ 8 મહત્વપૂર્ણ વાતોનો ઉઘાડ પાડતી નથી બેંક, અજાણ રહેશો તો થશે નુકસાન
આવા લોકોને નહી મળે કોઇ લાભ
જો કોઇપણ વીમેદાર વ્યક્તિ કોઇ કંપની દ્વારા કોઇ કારણવશ કાઢવામાં આવે છે અથવા તે વીમેદાર વ્યક્તિ પર કોઇપણ પ્રકારનો કોઇ ક્રિમિનલ કેસ દાખલ હોય છે તો તેમને યોજનાનો લાભ નહી મળે. વીઆરએસ લેનારાઓને પણ આ યોજનાનો લાભ નહી મળે.