નવી દિલ્હી: ભારતમાં નીલગીરીના વૃક્ષો ખૂબ ઓછા છે. પરંતુ હરિયાણા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, બિહાર, કેરળ, ગુજરાત, પશ્ચિમ બંગાળ, ગોવા, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં વ્યાપકપણે ઉગાડવામાં આવે છે. તેના લાકડાનો ઉપયોગ ફર્નિચરથી લઈને પાર્ટિકલ બોર્ડ અને ઇમારતો બનાવવામાં થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃક્ષોની વચ્ચે અન્ય પાકોનું વાવેતર કરી શકો છો
સફેદાની ખેતી કરતા ખેડૂતો માટે સૌથી સારી બાબત એ છે કે તમે આ વૃક્ષોની વચ્ચે ટૂંકા સમયમાં નફાકારક પાકનું વાવેતર કરી શકો છો. આ પાક સફેદાની ખેતીનો ખર્ચ દૂર કરે છે. આ સિવાય સારો નફો પણ મળે છે. આ વૃક્ષોની વચ્ચે તમે હળદર, આદુ, અળસી અને લસણ જેવા ફાયદાકારક છોડ વાવી શકો છો.


સરકાર આ ખેતીને નથી આપતી પ્રોત્સાહન
સફેદાની ખેતીને સરકાર દ્વારા એટલું પ્રોત્સાહન આપવામાં આવતું નથી. એવું માનવામાં આવે છે કે તેની ખેતીને કારણે ભૂગર્ભજળનું સ્તર નીચે જાય છે. જો કે સરકાર દ્વારા આ અંગે કોઈ સૂચના જાહેર કરવામાં આવી નથી. તેમ છતાં જો ખેડૂતો આ વૃક્ષની ખેતી કરે તો માત્ર 10 વર્ષમાં એક એકરની ખેતીમાં કરોડો રૂપિયા સુધીનો નફો મેળવી શકે છે. 


એક કરોડ સુધીનો નફો
સફેદાના છોડને સંપૂર્ણ રીતે તૈયાર થવામાં અને વૃક્ષ બનવામાં 10 થી 12 વર્ષનો સમય લાગે છે. તેની ખેતી ખર્ચ પણ ઓછો છે. એક ઝાડનું વજન લગભગ 400 કિલોગ્રામ છે. એક હેક્ટરના ખેતરમાં લગભગ એક થી દોઢ હજાર વૃક્ષો વાવી શકાય છે. વૃક્ષ તૈયાર થયા બાદ ખેડૂતો આ લાકડું વેચીને સરળતાથી 70 લાખથી એક કરોડની કમાણી કરી શકે છે.


કોઈપણ વાતાવરણમાં આ વૃક્ષની થઈ શકે છે ખેતી
સફેદાને ઘણી જગ્યાએ નીલગીરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ છોડ તમામ પ્રકારની આબોહવામાં ઉગી શકે છે. ઉપરાંત, તે કોઈપણ પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. જો કે, 6.5 થી 7.5 P.H વચ્ચે. આ છોડ કિંમતી જમીન પર ખૂબ જ ઝડપથી વધે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube