EXCLUSIVE: આ બજેટમાં રેલવે માટે થઇ શકે છે આ રોડમેપ
પાંચ જુલાઇના રોજ રજૂ થનાર યૂનિયન બજેટમાં ભારતીય રેલવેના રોડમેપનો ઉલ્લેખ થશે. અંતે 2019-20માં ભારતીય રેલવે કઇ દિશામાં આગળ વધશે, કમાણી વધશે અથવા ઘટશે, રેલવે મુસાફરોને સુવિધાઓ મળશે અથવા પછી ખાનગી રોકાણ વધશે, એવા તમામ મહત્વપૂર્ણપ્રશ્નોના જવાબ 5 જુલાઇના રોજ યૂનિયન બજેટ દ્વારા મળી જશે. પરંતુ તે પહેલાં અમે તમને જણાવી દઇએ કે રેલવે બજેટમાં શું થઇ શકે છે.
નવી દિલ્હી: પાંચ જુલાઇના રોજ રજૂ થનાર યૂનિયન બજેટમાં ભારતીય રેલવેના રોડમેપનો ઉલ્લેખ થશે. અંતે 2019-20માં ભારતીય રેલવે કઇ દિશામાં આગળ વધશે, કમાણી વધશે અથવા ઘટશે, રેલવે મુસાફરોને સુવિધાઓ મળશે અથવા પછી ખાનગી રોકાણ વધશે, એવા તમામ મહત્વપૂર્ણપ્રશ્નોના જવાબ 5 જુલાઇના રોજ યૂનિયન બજેટ દ્વારા મળી જશે. પરંતુ તે પહેલાં અમે તમને જણાવી દઇએ કે રેલવે બજેટમાં શું થઇ શકે છે.
1. બગડી શકે છે રેલવેનો ઓપરેટિંગ રેશિયો
ઓપરેટિંગ રેશિયો જોકે રેલવેનો આર્થિક સ્વાસ્થ સ્કેલ છે. ઓપરેટિંગ રેશિયોનો સીધો અર્થ એક રૂપિયો કમાવવા માટે રેલવે કેટલા ખર્ચ કરે છે. સૂત્રોના અનુસાર આગામી બજેટમાં ઓપરેટિંગ રેશિયો બગડીને 95.5-96 સુધી રહી શકે છે. રેલવે મંત્રીએ નાણાકીય વર્ષ 2019-20 માટે વચગાળાના બજેટમાં ઓપરેટિંગ રેશિયો લક્ષ્ય 95% નક્કી કર્યો હતો, પરંતુ કમાણી નહી વધે, અને ઉપરથી વધી રહેલા આર્થિક બોજાના લીધે રેલવેનો ઓપરેટિંગ રેશિયો બગડી શકે છે જે રેલવે માટે સારા સંકેત નથી.
2. રેલવે સુરક્ષા ફંડ માટે 5000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી શકે છે. આ ફંડનો ઉપયોગ સુરક્ષા સંબંધી કાર્યો પર ખર્ચ થશે.
3. રેલવેના capex 1.58 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 1.51 લાખ કરોડ સુધી રહી શકે છે. કેપેક્સનો ઉપયોગ- નેટવર્ક એક્સપેંશન, સિગ્નલિંગ અપગ્રેડેશન, રેલવે ટ્રેક મેન્ટેન્સ પર થશે.
4. નાણાકીય વર્ષ 2019-20 માટે કેંદ્વમાંથી મળનાર ગ્રોસ બજેટરી સપોર્ટ GBS જે 64587 કરોડ રૂપિયા છે, ઘટીને 60,000 કરોડ રૂપિયા રહી શકે છે.
5. બજેટમાં કોઇ નવી ટ્રેન દોડાવવાની જાહેરાત થશે નહી.
6. મુસાફરોની રેલ યાત્રાના અનુભવને સારો બનાવવાના હેતુથી રેલવે સ્ટેશન પર બેસિક ઇંફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો અને વધારો થશે. જેમ કે- લિફ્ટ, એસ્કલેટર, સ્ટેશન વેટિંગ એરિયા, એલઇડી લાઇટિંગ સ્ટેશન અને શૌચાલય.
7. ખાનગી રોકાણને વધારવા માટે રેલવે પોતાના દરવાજા ખોલશે.