રેકોર્ડ હાઈ બજારમાં આ 5 મિડકેપ Stock કરાવશે બમ્પર કમાણી, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ
Stock to BUY: માર્કેટ એક્સપર્ટે 5 મિડકેપ સ્ટોક્સમાં બાયની સલાહ આપી છે. આ શેરમાં MTAR Technologies, G M Breweries, Surya Roshni, Rico Auto અને Zaggle Prepaid Ocean Services સામેલ છે.
Stock to BUY: ભારતીય શેર બજારનું પ્રદર્શન 2024માં અત્યાર સુધી શાનદાર રહ્યું છે. આ વર્ષના પ્રથમ છ મહિનામાં સેન્સેક્સ અને નિફ્ટી બંનેએ અ્યાર સુધી આશરે 10 ટકા રિટર્ન ઈન્વેસ્ટરોને આપ્યું છે. એક્સપર્ટનું માનવું છે કે આવનારા સમયમાં પણ આ ટ્રેડ યથાવત રહી શકે છે. બજારમાં તેજી વચ્ચે માર્કેટ એક્સપર્ટે શોર્ટ ટર્મ, પઝીશનલ અને લોન્ગ ટર્મ માટે 5 સ્ટોક્સ પસંદ કર્યાં છે. આ શેરમાં MTAR Technologies, G M Breweries, Surya Roshni, Rico Auto અને Zaggle Prepaid Ocean Services સામેલ છે.
Zaggle Prepaid Ocean Services
MOFSL ના હેમાંગ જાનીએ લોન્ગ ટર્મ માટે Zaggle Prepaid Ocean Services માં ખરીદીની સલાહ આપી છે. તેમણે 9થી 10 મહિનાની દ્રષ્ટિએ BUY ની સલાહ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ પ્રાઇઝ 340 રૂપિયા છે. 2 જુલાઈ 2024ના શેરનો ભાવ 289.60 રૂપિયા છે. આ રીતે વર્તમાન ભાવથી સ્ટોકમાં આગળ 17 ટકાનું રિટર્ન મળી શકે છે.
Surya Roshni
આનંદ રાઠી સિક્યોરિટીઝના મેહુલ કોઠારીએ લોન્ગ ટર્મ માટે સૂર્યા રોશનીને પિક કર્યો છે. તેમણે 9થી 12 મહિનાની દ્રષ્ટિએ શેરમાં ખરીદીની સલાહ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ પ્રાઇઝ 770 રૂપિયા આપી છે. 2 જુલાઈએ સ્ટોકનો ભાવ 666.95 રૂપિયા છે. આ રીતે શેરમાં વર્તમાન ભાવથી 15 ટકા રિટર્ન મળી શકે છે.
આ પણ વાંચોઃ ઓપન થતાં પહેલા 95% પ્રીમિયમ પર પહોંચ્યો IPO,પ્રાઇઝ બેન્ડ 190, 5 જુલાઈએ ખુલશે
Rico Auto
હેમાંગ જાનીએ પોઝીશનલ ટર્મ માટે મિડકેપ સ્ટોક Rico Auto Industries ને પસંદ કર્યો છે. શેરમાં 3થી 6 મહિનાની દ્રષ્ટિએ ખરીદીની સલાહ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ પ્રાઇઝ 170 રૂપિયા આપી છે. 2 જુલાઈ 2024ના સ્ટોકનો ભાવ 137.40 રૂપિયા છે. આ રીતે વર્તમાન ભાવથી સ્ટોકમાં આગળ 24 ટકા રિટર્ન મળી શકે છે.
G.M Breweries
મેહુલ કોઠારીએ પોઝીશનલ ટર્મ માટે G.M Breweries ને પિક કર્યો છે. શેરમાં 3થી 6 મહિના માટે BUY ની સલાહ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ 920 રૂપિયા છે. 2 જુલાઈએ સ્ટોકનો ભાવ 796.05 રૂપિયા છે. આ રીતે વર્તમાન ભાવથી 15 ટકા રિટર્ન મળી શકે છે.
MTAR Technologies
મેહુલ કોઠારીએ શોર્ટ ટર્મ માટે MTAR Technologies માં BUY ની સલાહ આપી છે. 1થી 3 મહિનાની દ્રષ્ટિએ સ્ટોકમાં રોકાણ કરી શકો છો. પ્રતિ શેર ટાર્ગેટ પ્રાઇઝ 2040 રૂપિયા છે. 2 જુલાઈએ સ્ટોકનો ભાવ 1891.80 રૂપિયા છે. આ રીતે વર્તમાન ભાવથી સ્ટોકમાં 8 ટકાનું રિટર્ન મળી શકે છે.
(ડિસ્ક્લેમરઃ અહીં સ્ટોક્સમાં રોકાણની સલાહ માર્કેટ એક્સપર્ટ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ લો)