આવી ગઈ આર્થિક મંદી? Meta એ ઈતિહાસમાં પહેલીવાર રેવન્યૂમાં ઘટાડો નોંધાવ્યો
ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાએ ઈતિહાસમાં પહેલીવાર આવકમાં ઘટાડાનો સામનો કરવો પડ્યો છે. મેટાએ સતત અનેક મોરચા પર ખોટનો સામનો કરવો પડી રહ્યો છે.
ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાએ ઈતિહાસમાં પહેલીવાર આવકમાં ઘટાડાનો સામનો કરવો પડ્યો છે. મેટાએ સતત અનેક મોરચા પર ખોટનો સામનો કરવો પડી રહ્યો છે. ઘટતી લોકપ્રિયતાની સાથે સાથે રેવન્યૂના સ્તરે પણ ખોટ ભોગવવાનો વારો આવ્યો છે. જાહેરાત ખર્ચમાં ઘટાડાના કારણે અર્થવ્યવસ્થા ડગુમગુ થઈ અને તેનો પ્રભાવ ફેસબુક ઉપર પણ પડ્યો. કંપનીના બીજા ત્રિમાસિકના પરિણામ આવ્યા જે ચિંતાજનક છે. જે મુજબ આવકમાં એક ટકાનો ઘટાડો થઈ 28.8 બિલિયન અમેરિકી ડોલર પર પહોંચી છે.
ધ હોલીવુડ રિપોર્ટ મુજબ કંપનીની નેટ ઈન્કમમાં પણ 36 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જે બીજા ત્રિમાસિક માટે 6.7 બિલિયન અમેરિકી ડોલર પર આવી ગઈ જ્યારે કુલ ખર્ચ અને અન્ય ખર્ચા 22 ટકા વધીને 20.5 બિલિયન અમેરિકી ડોલર થયો. જાહેરાત ખર્ચમાં ઘટાડાના કારણે અર્થવ્યવસ્થા ડગમગી ગઈ અને હરીફ ટિકટોક સાથે સ્પર્ધા તેજ બની. બીજી બાજુ કંપની ત્રિમાસિક માટે 26-28.5 બિલિયન અમેરિકી ડોલર વચ્ચે આવકનું અનુમાન કરી રહી છે.
આવી ગઈ આર્થિક મંદી- માર્ક ઝુકરબર્ગ
મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે કંપનીની સ્થિતિ પર કહ્યું કે એવું લાગે છે કે આપણે એક આર્થિક મંદીમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ જેની ડિજિટલ જાહેરાત વ્યવસાય પર વ્યાપક અસર પડશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે મેટા પોતાના રોકાણની ગતિને ધીમી કરી રહ્યું છે અને આ વર્ષની શરૂઆતમાં હાયરિંગ બ્લિટ્ઝ બાદ કર્મચારી વૃદ્ધિને સતત કમ કરવાની યોજના ઘડી રહ્યું છે. વિશ્લેષકો સાથે એક કોન્ફરન્સ કોલમાં તેમણે કહ્યું કે આ એક એવો સમયગાળો છે જે વધુ તીવ્રતાની માંગણી કરે છે. આશા છે કે આપણે ઓછા સંસાધનો સાથે હજુ વધુ કામ કરીશું.
શું આ વૈશ્વિક આર્થિક મંદીની અસર છે?
માર્ક ઝુકરબર્ગે કહ્યું કે અમે જોઈ રહ્યા છીએ, અમે રોકાણની ગતિને ધીમી કરી રહ્યા છીએ અને કેટલાક ખર્ચાને આગળ વધારી રહ્યા છીએ. ઝુકરબર્ગે એમ પણ કહ્યું કે કંપની આગામી વર્ષે હેડકાઉન્ટ વૃદ્ધિને ઓછી કરશે. તેમણે કહ્યું કે અનેક ટીમો સંકોચાવવા જઈ રહી છે જેથી કરીને અમે કંપનીની અંદર અન્ય ક્ષેત્રોમાં ઉર્જા સ્નાનાંતરિત કરી શકીએ, અને હું મારા અધિકારીઓને તેમની ટીમોની અંતર એ નક્કી કરવાની ક્ષમતા આપવા માંગુ છું કે ક્યાં ડબલ ડાઉન કરવાનું છે અને ક્યાં બેકફિલ કરવાનું છે. ઝુકરબર્ગે ટીમોનું પુર્નગઠન કરવા પર ભાર મૂક્યો.
અત્રે જણાવવાનું કે ધ વર્ઝના રિપોર્ટ મુજબ ટિકટોકને ટક્કર આપવાના પોતાના પ્રયત્નોમાં મેટા ફેસબુક અને ઈન્સ્ટાગ્રામને શોર્ટ વીડિયો અને પોસ્ટ પર ભાર મૂકવા માટે ફરીથી તૈયાર કરી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube