Meta (ફેસબુક) ના ઇન્ડીયા હેડ અજીત મોહનનું રાજીનામું, જાણો કારણ
Meta India Head: મેટા ઇન્ડીયા હેડ અજીત મોહને પોતાના પદેથી રાજીનામું આપ્યું છે જોકે તેમણે એક મોટી કંપનીમાંથી મળેલી ઓફર બાદ પોતાનું પદ છોડવાનો નિર્ણય કર્યો છે.
Ajit Mohan Resigns: મેટા પ્લેટફોર્મ્સએ આજે જાહેરાત કરી છે કે તેમના ઇન્ડીયા હેડ અજીત મોહને રાજીનામું આપી દીધું છે. જોકે અજીત મોહને સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ સ્નૈપ સાથે જોડાવવા માટે મેટા ઇન્ડીયા હેડના પદને છોડવાનો નિર્ણય કર્યો છે. અજીત મોહન જાન્યુઆરી 2019 માં મેનેજિંગ ડાયરેક્ટરના રૂપમાં ફેસબુક ઇન્ડીયામાં જોડાયા હતા. કંપનીમાં અજીત મોહનની હાજરીમાં વોટ્સએપ અને ઇંસ્ટાગ્રામે ભારતમાં 200 મિલિયનથી યૂઝર્સને સામેલ કર્યા હતા જેને એક મોટી સફળતા તરીકે જોવામાં આવે છે.
મેટાથી પહેલાં અજીત મોહન ચાર વર્ષ સુધી સ્ટાર ઇન્ડીયાની વીડિયો સ્ટ્રીમિંગ સેવ હોટસ્ટારના મુખ્ય કાર્યકારી અધિકારીના રૂપમાં કાર્ય કરી ચૂક્યા છે અને પછી તે મેટા સાથે જોડાયા અને પોતાની સારી સુવિધાઓ કંપનીને પ્રદાન કરી હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube