ફેસબૂકે તેની સોશિયલ સાઈટ ઈન્સ્ટાગ્રામ માટે લોન્ચ કરી સ્નેપચેટ જેવી નવી ચેટિંગ એપ `Threads`
નવી થ્રેડ એપ્લીકેશનની(Threads App) મદદથી યુઝર્સ પોતાનું સ્ટેટસ(Status) અપલોડ કરી શકશે, લોકેશન(Location) શેર કરી શકશે અને ઈન્સ્ટાગ્રામના ક્લોઝ ફ્રેન્ડ્સ સાથે બેટરી સ્ટેટસ પણ શેર કરી શકશે.
નવી દિલ્હીઃ ફેસબૂક ઈન્ક(Facebook Inc.) દ્વારા ગુરૂવારે તેની સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ(Instagram) માટેની એક નવી ચેટિંગ એપ 'થ્રેડ્સ'(Threads App) લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લીકેશન (Application) સાથે ઈન્સ્ટાગ્રામ તેના જેવી જ સોશિયલ મીડિયા સાઈટ સ્નેપચેટ (Snapchat) સાથેની સ્પર્ધામાં આગળ નિકળી શકશે. નવી થ્રેડ એપ્લીકેશનની(Threads App) મદદથી યુઝર્સ પોતાનું સ્ટેટસ(Status) અપલોડ કરી શકશે, લોકેશન(Location) શેર કરી શકશે અને ઈન્સ્ટાગ્રામના ક્લોઝ ફ્રેન્ડ્સ સાથે બેટરી સ્ટેટસ પણ શેર કરી શકશે.
ફેબસૂક અત્યારે તેની સૌથી મોટી અને સૌથી વધુ ઝડપે કમાણી કરી આપતી એપ્લીકેશન ઈન્સ્ટાગ્રામ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. ઈન્સ્ટાગ્રામ પર ખોટી માહિતી, ફેક ન્યૂઝ વગેરે ફેલાવામાં ન આવે તે માટે નિયામકો પ્રાઈવસી સંબંધિત બાબતોની સતત સ્ક્રૂટિની કરી રહ્યા છે.
દેશમાં સ્માર્ટ LED લગાવવાથી 3300 કરોડની વિજળીની થઇ રહી છે બચત
કંપનીએ આ એપ્લીકેશનના ફીચર્સ અંગે માહિતી આપતા જણાવ્યું કે, "યુઝર્સને 'ઓટો સ્ટેટસ'નું ફીચર વધારામાં મળશે, જેમાં તેમની બેટરી લાઈફ અને સ્ટેટસ આધારિત કરન્ટ લોકેશન ઓટોમેટિક અપડેટ થઈ જશે." ફેસબૂકે જણાવ્યું કે, ઓટો સ્ટેટસમાંથી સચોટ લોકેશનની માહિતી આપવાનું ફીચર માત્ર થ્રેડ્સ પુરતું જ મર્યાદિત રહેશે અને તેનો જાહેરાત માટે ઉપયોગ કરાશે નહીં.
ઉલ્લેખનીય છે કે, ઈન્સ્ટાગ્રામે ગયા વર્ષે નવેમ્બરમાં 'ક્લોઝ ફ્રેન્ડ્સ' ફીચર લોન્ચ કર્યું હતું, જેમાં યુઝર્સ તેમની સ્ટોરીઝ એક નાના ગ્રૂપમાં શેર કરી શકતા હતા.
જુઓ LIVE TV....