Facebook નું સર્વર કલાકો સુધી ડાઉન, માર્ક ઝુકરબર્ગને થયું 52 હજાર કરોડનું નુકસાન
acebook Whatsapp Down: સોમવારે રાતે વિશ્વની સૌથી મોટી નેવર્કિંગ સાઈટ ફેસબુકનું સર્વર લગભગ 6 કલાક સુધી ડાઉન રહ્યું. તેનાથી ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગને 7 બિલિયન ડોલર એટલે કે લગભગ 52 હજાર કરોડ રૂપિયાનું નુકસાન ઝેલવું પડ્યું.
નવી દિલ્હી: Facebook Whatsapp Down: સોમવારે રાતે વિશ્વની સૌથી મોટી નેવર્કિંગ સાઈટ ફેસબુકનું સર્વર લગભગ 6 કલાક સુધી ડાઉન રહ્યું. તેનાથી ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગને 7 બિલિયન ડોલર એટલે કે લગભગ 52 હજાર કરોડ રૂપિયાનું નુકસાન ઝેલવું પડ્યું. ત્યારબાદ તેઓ અબજોપતિઓની યાદીમાં એક ડગલું નીચે સરકી ગયા.
અત્રે જણાવવાનું કે ફેસબુકની સેવાઓ સોમવાર રાતે બંધ થઈ ગઈ અને તે સવારે 4 વાગ્યાની આસપાસ ઠીક થવા લાગી. આ દરમિયાન ફેસબુક સિવાય ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપની સેવાઓ પણ લગભગ 6 થી 7 કલાક બંધ રહી. હવે આ એપ્સે ફરીથી કામ કરવાનું શરૂ કરી દીધુ છે.
માર્ક ઝુકરબર્ગ અબજોપતિની યાદીઓની નીચે સરક્યા
ફેસબુકનું સર્વર ડાઉન થયા બાદ અમરિકી શેર બજારોમાં ફેસબુકના શેરોમાં ભારે ઘટાડો નોંધાયો. એક જ દિવસમાં તેના શેર 5 ટકા ઘટી ગયા. મધ્ય સપ્ટેમ્બરથી તે અત્યાર સુધીમાં 15 ટકા ઘટી ચૂક્યા છે. Bloomberg Billionaires Index મુજબ ફેસબુકને થયેલા નુકસાનના કારણે માર્ક ઝુકરબર્ગની નેટવર્થ ઘટીને 120.9 બિલિયન ડોલર રહી ગઈ. ત્યારબાદ તેઓ બિલ ગેટ્સથી નીચે 5માં નંબરે પહોંચી ગયા છે. ઝુકરબર્ગ આ અગાઉ યાદીમાં ચોથા સ્થાને હતા. આ વર્ષે 13 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં તેમની નેટવર્થમાં 19 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે.
Whistleblower લગાવ્યો ફેસબુક પર આરોપ
કંપનીના પ્રોડક્ટ્સ અને નિર્ણયોના નેગેટિવ પ્રભાવ અંગે ઈન્ટરનેટ રિસર્ચને લઈને કંપનીની જાગૃતતાને ઉજાગર કરનારા ધ વોલ સ્ટ્રીટ જર્નલના લેખોની શ્રૃંખલાની એક સૂત્ર અને વ્હિસલબ્લોઅર (ભાંડાફોડ કરનાર વ્યક્તિ) રવિવારે '60 મિનિટ્સ' પર જાહેર પણ થઈ ગઈ. આ જ મહિલાના હવાલે 'ધ વોલ સ્ટ્રી જર્નલ'એ અનેક લેખ પણ પ્રકાશિત કર્યા. ફ્રાન્સિસ હોગનની ઓળખ રવિવારે '60 મિનિટ્સ' સાક્ષાત્કારમાં તે મહિલા તરીકે થઈ જેણે ગુમનામ રીતે Federal law enforcement in the United States સમક્ષ ફરિયાદ નોંધાવી હતી કે કંપનાના પોતાના જ રિસર્ચથી જાણવા મળે છે કે તે નફરત અને ખોટી સૂચનાઓને કેવી રીતે પ્રોત્સાહન આપે છે, જેનાથી ઘ્રુવીકરણ વધે છે અને ઈન્સ્ટાગ્રામ ખાસ કરીને કિશોરીઓના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
ધ વોલ સ્ટ્રીટ જર્નલના લેખોને ધ ફેસબુક ફાઈલ્સ તરીકે ઓળખવામાં આવે છે. તેણે કંપનીની એક એવી તસવીર રજુ કરી છે કે જે જનતાની ભલાઈ કરવાની જગ્યાએ વિકાસ અને પોતાના ખુદના હિતો પર કેન્દ્રિત છે. ફેસબુકે રિસર્ચને વધુ મહત્વ ન આપવાની કોશિશ કરી. જવાબમાં ફેસબુકે એ વાત પર ભાર મૂક્યો કે રાજનીતિક ધ્રુવીકરણ સહિત તેમના પ્રોડક્ટનો સામનો કરનારા મુદ્દા જટિલ છે અને આ બધા ફક્ત ટેક્નોલોજીના કારણે નથી થયું.
ફેસબુકના વૈશ્વિક મામલાના ઉપાધ્યક્ષ નિક ક્લેગે સીએનએનને જણાવ્યું, મને લાગે છે કે લોકોની સમજ માટે એ જરૂરી છે કે યુએસમાં રાજનીતિક ધ્રુવીકરણના મુદ્દાઓ માટે એક ટેક્નિકલ કે ટેક્નિકલ સ્પષ્ટિકરણ હોવું જોઈએ.
ઝુકરબર્ગે માંગી માફી
સોશિયલ મીડિયા પ્લેફોર્મ ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે આ સમગ્ર મામલે કહ્યું કે, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને મેસેન્જર ફરીથી ઓનલાઈન થઈ ગયા છે. અડચણ બદલ ખેદ છે. મને ખબર છે કે જે લોકોની તમે કેર કરો છો, તેમની સાથે જોડાયેલા રહેવા માટે તમને અમારી સર્વિસ પર કેટલો ભરોસો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube