ઝુકરબર્ગને મોટો ઝટકો, એક જ દિવસમાં 42 બિલિયન ડોલરનો ફટકો
આટલા નુકસાન પછી પણ માર્ક દુનિયાની ચૌથા નંબરની અમીર વ્યક્તિ
નવી દિલ્હી : ફેસબુકના સંસ્થાપક અને સીઇઓ માર્ક ઝુકરબર્ગને મોટો ઝટકો લાગ્યો છે અને તેની ક્ંપનીએ એક દિવસમાં 42 બિલિયન ડોલર ગુમાવી દીધા છે. યુએસ શેરબજારમાં લિસ્ટેડ કંપનીનો શેર ઉંધા માથે પટકાયો હતો જેના કારણે આ નુકસાન થયું હતું. હકીકતમાં ફેસબુકના કરોડો યુઝર્સના ડેટા લિક થવાનો મામલો સામે આવ્યો હતો જેના કારણે ફેસબુકના શેરના મૂલ્યમાં આટલો મોટો ઘટાડો થયો છે. નેટવર્થના મામલામાં જૈફ બેજોસ, બિલ ગેટ્સ અને વોરેન બફેટ પછી માર્ક દુનિયાની ચોથા નંબરની અમીર વ્યક્તિ છે.
ડેટા લીક મામલે ફેસબુકને મોટો ઝટકો લાગ્યો છે. ફેસબુકના શેરમાં સોમવારે મોટો કડાકો નોંધાયો. આ મામલે ફેસબુકના 42 બિલિયન ડોલર ધોવાયા છે. સોમવારે ફેસબુકના સ્ટોકમાં 6 ટકાનું ધોવાણ થયું હતું. જેથી ફેસબુકની માર્કેટ કેપમાં લગભગ 42 બિલિયન ડોલરનો ઘટાડો થયો. જે બે મહિનાના સૌથી નીચેના સ્તરે નોંધવામાં આવી છે. આ મામલે યુરોપ અને અમેરિકાની સરકારે સવાલ ઉઠાવ્યા હતા.
2016માં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી દરમ્યાન ટ્રમ્પને મદદ કરનારી ફર્મ કૈમ્બ્રિજ એનાલિટિકલે લગભગ પાંચ કરોડ ફેસબુક યુઝર્સના ડેટાની ચોકી કરી હતી. આ ડેટાનો ઉપયોગ ચૂંટણી દરમ્યાન કરવામાં આવ્યો હતો. જે બાદ અમેરિકા અને યુરોપે ફેસબુક પાસે જવાબ માગ્યો હતો.