બજેટનું અવનવું : એક એવા નાણામંત્રી પણ છે જેમને બજેટ રજૂ કરવાનો ક્યારેય મોકો ન મળ્યો
Facts About Indian Budget : દરેક વર્ગને આ વર્ષના બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આશાનું કારણ એ છે કે છેલ્લા નવ વર્ષથી ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર થયો નથી. બીજું કારણ એ છે કે લોકસભા ચૂંટણી પહેલા આ છેલ્લું પૂર્ણ બજેટ હશે
Budget 2023 : નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ થવામાં 10 દિવસ બાકી છે. દરેક વર્ગને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આશાનું કારણ એ છે કે છેલ્લા નવ વર્ષથી ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર થયો નથી. બીજું કારણ એ છે કે લોકસભા ચૂંટણી પહેલા આ છેલ્લું પૂર્ણ બજેટ હશે. આવી સ્થિતિમાં દેશની જનતાને રીઝવવા માટે સરકાર ઘણી મોટી જાહેરાતો કરી શકે છે. મોંઘવારીમાંથી રાહત આપવા માટે આ વર્ષના બજેટમાં કેટલીક જાહેરાતો પણ કરવામાં આવી શકે છે. આવો અમે તમને બજેટ સાથે જોડાયેલી કેટલીક વધુ રસપ્રદ માહિતી આપીએ.
સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ
શું તમે ક્યારેય વિચાર્યું છે કે નાણામંત્રીએ સંસદમાં દસ વખત બજેટ રજૂ કર્યું છે. તે જ સમયે, એક નાણા પ્રધાન હતા જે એક પણ બજેટ રજૂ કરી શક્યા ન હતા. પહેલીવાર આ જાણીને તમે મૂંઝવણમાં પડી જશો. પરંતુ આ વાસ્તવિકતા છે. હા, 1947 પછી સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈના નામે છે. નાણાપ્રધાન રહીને તેમણે 10 વખત બજેટ રજૂ કર્યું હતું.
આ પણ વાંચો :
એક કાંકરે બે પક્ષી મારતા બનાસકાંઠાના ખેડૂતો, ‘ઝટકા’ જુગાડથી ખેતીને ભૂંડના ત્રાસથી બચાવી
ગુજરાતી વિદ્યાર્થીએ કાઠુ કાઢ્યું, રમતા-રમતા વિજ્ઞાન-ગણિત ભણી શકાય તેવી મોબાઈલ ગેમ બનાવી
મોરારજી દેસાઈ 13 માર્ચ 1958 થી 29 ઓગસ્ટ 1963 સુધી દેશના નાણામંત્રી હતા. આ પછી, 1967 થી 1969 સુધી, તેઓ બીજી વખત દેશના નાણામંત્રી રહ્યા. તેમના બંને કાર્યકાળ દરમિયાન, તેમણે 10 બજેટ રજૂ કર્યા. એટલું જ નહીં તેમણે બે વખત વચગાળાનું બજેટ પણ રજૂ કર્યું હતું. 29 ફેબ્રુઆરીએ તેમનો જન્મદિવસ છે. 1964 અને 1968માં તેમણે તેમના જન્મદિવસે બજેટ રજૂ કર્યું હતું.
એક પણ બજેટ રજૂ ન કરનાર નાણામંત્રી
હવે જો આપણે એવા નાણામંત્રીની વાત કરીએ કે જે એક વખત પણ બજેટ રજૂ કરી શક્યા નથી, તો કેસી નિયોગીનું નામ સામે આવે છે. તેઓ 1948માં 35 દિવસ સુધી નાણામંત્રી રહ્યા હતા. તેઓ એકમાત્ર એવા નાણામંત્રી હતા જે એક પણ બજેટ રજૂ કરી શક્યા ન હતા. તમને જણાવી દઈએ કે ભારતમાં પ્રથમ બજેટ 7 એપ્રિલ 1860ના રોજ બ્રિટિશ શાસન દરમિયાન રજૂ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : ખજૂરભાઇની હમસફર મીનાક્ષી દવે કોણ છે, કોણે પહેલા પ્રપોઝ કર્યું અને કેવી રીતે એકબીજાના થયા? રસપ્રદ કહાની...