નવી દિલ્હી: માહિતી ટેકનોલોજી ક્ષેત્રે કામ કરનારી આઇટી સિક્યુરિટી ફર્મ Sophos Labsના એક રીપોર્ટ અનુસાર ગૂગલ પ્લે સ્ટોર પર ધણી બધી બન્કોની ખોટી એપ આવેલી છે. જેમાં sBI, ICICI, Axix Bank, Citi bank સહિત અન્ય બેંકોની એપનો સમાવેશ થાય છે. જો તમે આ બેંકોની એપ દ્વારા લોગઇન કરીને ટ્રાન્જેક્શન કરશો તો તમામ પ્રકારની ગુપ્ત માહિતી જેવી કે એટીએમ પાસવર્ડ, એકાઉન્ટ ડીટેલ, ટ્રાન્જેકેશન ડીટેલ સહિતની માહિતી ચોરી થવાની શક્યતાઓ રહેલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખોટી બેંકીંગ એપ ચોરી શકે છે તમારી તમામ ગુપ્ત માહિતી 
ગૂગલ પ્લે સ્ટોર પર રહેલી ખોટી એપની ઓળખ કરવી પણ મુશ્કેલ છે. આ ખોટી એપો દેખાવમાં પણ અસલી એપ જેવી દેખાય છે. રિપોર્ટ અનુસાર આ ખોટી એપમાં એક ખાસ પ્રકારનું માલવેયર છુપાલું હોય છે. જે ગ્રાહકની તમામ પ્રકાની ગુપ્ત માહિતી ચોરી લે છે. રિપોર્ટમાં અત્યાર સુધીમાં હજારો લોકોના એકાઉન્ટની માહિતી અને ક્રેડિડ કાર્ડની માહિતી ચોરાઇ હોવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. 


વધુ વાંચો...સબંધી તમારી કન્ફોર્મ ઇ-ટિકીટ પર કરી શકશે મુસાફરી , જાણો ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા


બેંકોએ શરૂ કરી તપાસ 
આ રિપોર્ટ આવ્યા બાદ મોટા ભાગની બેંકોએ આ ખોટી બેંકીગ એપ વિશે તપાસ શરૂ કરી દીધી છે. રિપોર્ટ અનુસાર આ ખોટી એપનો ઉપયોગ કરવાથી ગ્રાહકોને મોટી માત્રામાં રીવૉર્ડ પોઇન્ટ અને કેસબેક આપવાની ઓફર આપવામાં આવે છે. જ્યારે અમુક એપમાં વ્યાજ વિના લોન આપવાની પણ વાત કરવામાં આવે છે.


(ઇનપુટ એજન્સીમાંથી)