લોકો કેવી રીતે વીમા કંપનીઓને લગાવે છે ચુનો, અહીં જાણો
બ્લૂમબર્ગના તાજેતરના અહેવાલ મુજબ, ભારતમાં એવી ગેંગ કાર્યરત છે જે લાખો વીમા કંપનીઓના દાવા મેળવવા માટે `ફેક કિલિંગ` કરે છે.
નવી દિલ્હી: આજકાલ લોકો ચોરી કરવામાં એટલા માહેર થઈ ગયા છે કે વીમા કંપનીઓ પણ બાકાત નથી. એક શખ્સે દસ્તાવેજી કાગળોમાં નવો ભાઈ પૈદા કરીને તેણે મારી નાંખ્યો, વીજ કરંટ લાગવાથી મૃત્યુ પામેલા વ્યક્તિનું 4 મહિના બાદ ફરીથી કાગળ પર મોત થયું હતું. એક વ્યક્તિ ઓફિસ ગયો હતો અને તેના ઘરે તેને મૃત્યું પામેલો દેખાડીને ડેથ ક્લેમવાળા આવી ગયા. આ ત્રણેય કેસ માત્ર વાનગી છે, હકીકતમાં આવા કેસોની સંખ્યા હજારોમાં છે.
બ્લૂમબર્ગના તાજેતરના અહેવાલ મુજબ, ભારતમાં એવી ગેંગ કાર્યરત છે જે લાખો વીમા કંપનીઓના દાવા મેળવવા માટે 'ફેક કિલિંગ' કરે છે.
કેસ-1: મૃતકની ફરી હત્યા કરીને 17 લાખનો દાવો કર્યો
વીજલાઈન રિપેર કરતી વખતે વીજ કરંટ લાગવાથી ઈલેક્ટ્રિશિયન નોવાબનું મોત થયું હતું. તેને કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો હતો. થોડા દિવસો પછી ચાર લોકો નોવાબની પત્ની માફીદા ખાતૂન પાસે આવ્યા. તેણે માફિદા પાસે નોવાબના જીવન વીમાના દસ્તાવેજો માંગ્યા. આ લોકોએ કહ્યું કે જો તેઓ તેમની વાત સાંભળશે તો દાવાની રકમ બમણી થઈ જશે.
બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, આ નકલી કિલિંગ ગેંગે માફિદાને તેના પતિના મતદાર આઈડી, જીવન વીમાની રસીદ અને કેટલાક સાદા કાગળો પર હસ્તાક્ષર કરાવ્યા હતા. આ દ્વારા તેઓએ નોવાબના નામે 5 અલગ-અલગ વીમા કંપનીઓ પાસેથી 6 પોલિસીઓ ખરીદી હતી. આ ટોળકીએ 4 મહિના પછી ફરીથી કાગળ પર નવાબની હત્યા કરી. વિવિધ ડેથ ક્લેમ દ્વારા લગભગ રૂ. 17 લાખ મેળવ્યા.
કેસ-2: અલગ રહેતી પત્નીને મૃત હોવાનું કહીને ડેથ ક્લેમ કર્યો
જાન્યુઆરી 2017માં જ્યારે અમીના પરબીન પોતાના માતા-પિતાના ઘરે સાફસફાઈ કરી રહી હતી. આ દરમિયાન એક વ્યક્તિ તેના ઘરે એક ફાઇલ લઈને આવ્યો. વ્યક્તિએ પોતાનો પરિચય જીવન વીમાના તપાસકર્તા તરીકે આપ્યો અને પૈસા માટેના દાવાની કાગળ બતાવવાનું શરૂ કર્યું. તપાસકર્તાએ પાસપોર્ટ ફોટો, મૃત્યુ પ્રમાણપત્ર બતાવ્યું અને અમીનાને કહ્યું કે તમે અમીનાને ઓળખો છો?
તેના પર જવાબ આવ્યો કે, હું અમીના છું અને જીવિત છું. બાદમાં જાણવા મળ્યું કે અમીનાથી અલગ રહેતા પતિએ તેના નામે પોલિસી કરાવી હતી. અમીનાને તેની ખબર પણ ન હતી. અમીના જીવિત મળી આવ્યા બાદ વીમા તપાસકર્તાએ તેના પતિનો દાવો નકારી કાઢ્યો હતો. પછી ગામના વડીલોની સમિતિએ અમીનાના પતિને માફી માંગવા અને તેને 2 લાખ રૂપિયા આપવાનો આદેશ આપ્યો.
કેસ-3: ડેટાની ચોરી કરીને જીવિત વ્યક્તિના ડેથ ક્લેમ કર્યો
જૂન 2021ની વાત છે. દિલ્હીની સરહદે આવેલા શહેરમાં રહેતી દીપિકા ભલ્લાના ઘરે બે વીમા તપાસકર્તાઓ આવ્યા હતા. આ લોકો વીમાના દાવાની ચકાસણી કરવા આવ્યા હતા, જે તેઓએ તેમના પતિના મૃત્યુ પછી દાવો કર્યો હતો. ભલ્લા આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા, કારણ કે પતિ હજી જીવતો હતો અને સવારે જ ઓફિસ જવા નીકળ્યો હતો.
છેતરપિંડીમાં સંડોવાયેલી ટોળકીએ સરકારી કચેરીમાંથી બનાવેલ જન્મ-મરણ પ્રમાણપત્ર પણ મેળવ્યું હતું. તેમજ તેના નામે નકલી બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું. પોલીસને આ ખોટા દાવા પાછળ સંગઠિત ગેંગનો હાથ હોવાની શંકા છે. ફોરેન્સિક તપાસકર્તાનું કહેવું છે કે આ બધું ડેટાની ચોરીથી શરૂ થાય છે. આ ટોળકી વર્તમાન પોલિસીધારકોનો ચોરાયેલો ડેટા ખરીદે છે. તેનો ઉપયોગ નકલી બેંક ખાતા ખોલવા, નકલી મૃત્યુ પ્રમાણપત્રો બનાવવા અને વીમાના દાવા કરવા માટે થાય છે.
કેસ-4: કાગળો પર ભાઈ બનાવ્યો અને લાખોનો ડેથ ક્લેમ લીધો
આસામના બારપેટા ગામના ઈસ્માઈલ હુસૈન અને વીમા એજન્ટ માણિકે મળીને નકલી હત્યાની નવી કહાની લખી. હુસૈને નકલી જન્મ પ્રમાણપત્ર દ્વારા કાગળોમાં તેના એક ભાઈને પૈદા કરી દીધો. સ્થાનિક શાળાના મુખ્ય શિક્ષક પાસેથી તેનું પ્રમાણપત્ર મેળવી લીધી, વીમા એજન્ટ માણિકની મદદથી હુસૈને તેના દસ્તાવેજી કાગળોવાળા ભાઈના નામે 25 લાખ રૂપિયાનો જીવન વીમો મેળવ્યો અને તેનું નામ નોમિનીમાં નાખ્યું.
બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, હુસૈને પાછળથી નકલી મૃત્યુ પ્રમાણપત્ર દ્વારા બતાવ્યું કે તેનો દસ્તાવેજી ભાઈનું 30 સપ્ટેમ્બર 2012ના રોજ મૃત્યુ પામ્યો. 5 વર્ષ પછી હુસૈને ડેથ ક્લેમ માટે દાવો કર્યો. દસ્તાવેજીવાળા બોગસ ભાઈના નામે વીમા કંપનીઓ પાસેથી 25 લાખ વસૂલ્યા બાદ હુસૈન પણ વીમા કંપનીઓમાં જોડાઈ ગયો અને માણિક સાથે મળીને ગેંગ બનાવી લીધી.
ફેક કિલિંગ ગેંગના સોફ્ટ ટાર્ગેટ છે જીવન વીમા કંપનીઓ?
- વર્ષ 2000 સુધી ભારતમાં વીમા માટેની એકમાત્ર સરકારી કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે LIC હતી. LIC એ ક્યારેય છેતરપિંડીના દાવાઓ માટે બાહ્ય તપાસકર્તાઓની નિમણૂંક કરી નથી.
- 2000 માં જ્યારે સરકારે ખાનગી વીમા કંપનીઓ માટે બજાર ખોલ્યું, ત્યારે કંપનીઓએ વેરિફિકેશન એજન્ટો રાખ્યા ન હતા. સિસ્ટમ મોટાભાગે કંપનીઓ અને ગ્રાહકો, ગ્રાહકો અને એજન્ટો અને એજન્ટો અને કંપનીઓના વિશ્વાસ પર આધારિત હતી. ગળાકાપ સ્પર્ધાની વચ્ચે ટાર્ગેટ પૂરો કરવામાં અસમર્થ એજન્ટોએ શોર્ટ કટનો આશરો લીધો હતો.
- એજન્ટોએ ઉંમર અને આવક સંબંધિત વાંધાઓની અવગણના કરવાનું શરૂ કર્યું. તબીબી પરિસ્થિતિઓને અવગણવામાં આવી હતી. જો આ સમય દરમિયાન આવા એજન્ટો પકડાય અને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે તો તેઓ બીજી કંપનીમાં જોડાય છે. એટલે કે હવે તેઓ બીજી કંપનીમાં રહીને આ કામ કરવા લાગ્યા.
વિકસિત દેશોમાં જ્યાં વીમા છેતરપિંડીના કાયદા છે. ઉદાહરણ તરીકે અમેરિકાના તમામ રાજ્યોમાં વીમા છેતરપિંડી ગુનો ગણવામાં આવે છે. જ્યારે, ભારતમાં વીમા છેતરપિંડી માટે CrPC માં કોઈ વિશેષ જોગવાઈ નથી. ત્યાં માત્ર કેટલાક વિભાગો છે જે હેઠળ તેની કેટલીક બાબતો સાથે વ્યવહાર કરવામાં આવે છે.
જીવન વીમાના 85 થી 90% છેતરપિંડીના કેસોમાં 1 થી 10 લાખ રૂપિયાવાળા...
- ઓડિટ કંપની ડેલોઈટના જણાવ્યા અનુસાર, ભારતના વીમા ઉદ્યોગને 2012 અને 2019 વચ્ચે છેતરપિંડીના કારણે $28 બિલિયન અથવા રૂ. 2.2 લાખ કરોડનું નુકસાન થયું છે.
- દેશમાં 85 થી 90% જીવન વીમા છેતરપિંડીના કેસ 1 થી 10 લાખ રૂપિયાની વચ્ચે હોય છે. વીમા છેતરપિંડીના મોટાભાગના કિસ્સા ભારતના ગામડાઓમાં જોવા મળે છે.
- વીમા કંપનીઓએ દેશભરના 80 જિલ્લાઓની ઓળખ કરી લીધી છે જ્યાં સૌથી વધુ છેતરપિંડી થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube